દેશની બહાર ફરી એકવાર પીએમ મોદી હિન્દુ મંદિરમાં અભિષેક અને સાંજની આરતીમાં પણ ભાગ લેશે
સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) ના અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે મંદિરની પ્રથમ સાંજની આરતીમાં હાજરી આપશે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ ફરી એકવાર દેશની બહાર એક મોટા હિન્દુ મંદિરમાં અભિષેકની વિધિ થઈ. અબુ ધાબીમાં અંદાજિત ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરના અભિષેકની મુખ્ય વિધિ ભારતીય સમય અનુસાર સવારે ૮.૪૫ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવી હતી.
મ્છઁજી સંસ્થા દ્વારા બાંધવામાં આવેલ મધ્ય પૂર્વમાં પરંપરાગત હિંદુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું તે પ્રથમ મંદિર છે. આ દરમિયાન મંદિરમાં ધાર્મિક વિધિ મુજબ દેવતાઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. ૨૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. મંદિરના પ્રબંધન અનુસાર, ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું.
આ મંદિર ેંછઈની રાજધાની અબુ ધાબીમાં ‘અલ વકબા’ નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે મ્છઁજી દ્વારા કરવામાં આવ્યું છે. તેની કિંમત ૭૦૦ કરોડ રૂપિયા છે.
પીએમ મોદી સાંજે મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે અને તેઓ લગભગ ૧૦ વાગ્યા સુધી આ મંદિરમાં હાજર રહેશે. પીએમ મોદી આજે સાંજે યોજાનારી પ્રથમ સાંજની આરતીમાં પણ ભાગ લેશે. આ આરતીનું વૈશ્વિક પ્રસારણ પણ થશે. આ દરમિયાન ેંછઈનો શાહી પરિવાર પણ મંદિરમાં હાજર રહેશે. તો મંદિરના ઉદ્ઘાટન સમારોહ બાદ પીએમ મોદી પણ સંબોધન કરશે.
આ સમારોહમાં લગભગ ૫ હજાર ભક્તો ઉપસ્થિત રહેશે. આ પહેલા ગઈ કાલે ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મંદિર માટે જમીન આપતી વખતે શેખ જાયદે કહ્યું હતું કે તમે જ્યાં પણ રેખા દોરશો, તે જમીન તમારી રહેશે. પીએમ મોદી ૧૩ જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ૬ વાગ્યે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.
Recent Comments