ગુજરાત

દેશની વાયુસેનાની તાકાતમાં વધારો થશે, વડોદરામાં એક એરક્રાફ્ટ ઉતર્યું

ભારત હવે દિન પ્રતિદિન દરેક બાબતોમાં આર્ત્મનિભર બનતી રહ્યું છે. ત્યારે સંરક્ષણ ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી રહ્યું. પહેલાં આપણો દેશ ડિફેન્સના સાધનોની દ્રષ્ટિએ વિદેશ પર પુરી રીતે ર્નિભર હતો. હવે આપણે કેટલાંક પાર્ટ્‌સ આપણે ત્યાં બનાવીને કેટલાંક સાધનોનું પણ મેન્યુફેચરીંગ કરીને આપણાં એ પાસાને પણ સ્ટ્રોંગ બનાવી રહ્યાં છે. ભારતીય વાયુસેનામાટે સારા સમાચાર છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, ભારતનું પ્રથમ ઝ્ર-૨૯૫ સ્ઉ એરક્રાફ્ટ પહોંચ્યું વડોદરા. ઉલ્લેખનીય છેકે, વડોદરા પહોંચેલું આ એરક્રાફ્ટ આગામી ૨૫ સપ્ટેમ્બરે વાયુસેનામાં સામેલ થશે.

ભારતીય વાયુસેનાનું પ્રથમ ઝ્ર-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે વડોદરાના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થયું. આ વિમાનને ગ્રુપ કેપ્ટન પીએસ નેગી ઉડાવી રહ્યા હતા. આ પહેલા આ પ્લેનને બહેરીનમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી તે વડોદરા પહોંચ્યું હતું. ૈંછહ્લ અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ ૨૫ સપ્ટેમ્બરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર આયોજિત એક સમારોહમાં ઔપચારિક રીતે એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. કુલ ૫૬ એરક્રાફ્ટને ૈંછહ્લમાં સામેલ કરવામાં આવશે અને તેમાંથી ૪૦નું નિર્માણ ટાટા-એરબસ જાેઈન્ટ વેન્ટર્ચર દ્વારા ભારતમાં કરવામાં આવશે.

આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ ઝ્ર-૨૯૫ પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે ૧૬ સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું હતું. એર ચીફ માર્શલ વી.આર ચૌધરીએ આ એરક્રાફ્ટનું સ્વાગત કર્યું હતું. ભારતે સપ્ટેમ્બર ૨૦૨૧માં ૫૬ ઝ્ર-૨૯૫ લશ્કરી પરિવહન વિમાનોના સપ્લાય માટે એરબસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ, વડોદરામાં એરબસની સાથે ભાગીદારીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલા પ્લાન્ટમાં ૪૦ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ૨૯૫ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. ખાનગી કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં બનાવવામાં આવનાર આ પહેલું લશ્કરી વિમાન હશે.

Related Posts