બોલિવૂડ

દેશની સંસદ નહીં પણ ગલીઓમાં કાયદા બનશે ઃ કંગના ભડકી

મોદી સરકારની અત્યાર સુધી તરફદારી કરનાર એક્ટ્રેસ કંગના ભડકી ઉઠી છે.કંગનાએ આ ર્નિણય પર નિરાશા અને નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે, દુખદ, શરમજનક અને સાવ ખોટો ર્નિણય છે.જાે સંસદમાં બેઠેલી સરકારની જગ્યાએ ગલીઓમાં બેઠેલા લોકો કાયદા બનાવવાનુ શરુ કરી દેશે તો આ દેશ પણ જેહાદી દેશ છે..જે લોકો આવુ ઈચ્છી રહ્યા છે એ તમામને અભિનંદન. દરમિયાન સોનુ સુદે આ ર્નિણયનુ સ્વાગત કરતા કહ્યુ છે કે, હવે ખેડૂતો ફરી ખેતરમાં પાછા ફરશે.ખેતર ફરી લહેરાશે, પીએમ મોદીજીનો ધન્યવાદ, આ ઐતિહાસિક ર્નિણયથી પ્રકાશ પર્વ વધારે ઐતિહાસિક બન્યુ છે. જય જવાન- જય કિસાન. એક્ટ્રેસ તાપસી પન્નુએ પણ ખુશી વ્યક્ત કરી છે.બિગ બોસમાં ભાગ લેનાર પંજાબી ફિલ્મોની એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ કહ્યુ છે કે, આખરે આપણી જીત થઈ છે.તમામ ખેડૂતોને અભિનંદનપીએમ મોદીએ ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ બોલીવૂડના સિતારાઓ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related Posts