ભારત દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો – ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડીયા ( NCUI ) ના ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત રાજય ભાજપના નેતા અને દેશના અગ્રણી સહકારી આગેવાન દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ વરણી થતા સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના ચેરમેન અશ્વિનભાઈ ઉપાધ્યાયએ શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી . તેમજ સાવરકુંડલા નાગરીક બેંકના પુર્વ ચેરમેન શરદભાઈ પંડયા , કેશુભાઈ વાઘેલા , પ્રવિણભાઈ સાવજ , પીટુભાઈ વડેરા તેમજ સાવરકુંડલા નાગરીક બેંકના સમગ્ર ડીરેકટર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું તેમ એક અખબારી યાદીમાં જણાવાયેલ છે .
દેશની સર્વોચ્ચ સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ( NCUI ) ના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરતા સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના ચેરમેન અશ્વિનભાઈ ઉપાધ્યાય

Recent Comments