અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયાપ ના-ના, હવે માત્ર ભારતના લોકો જ નહીં પણ અમેરિકાના લોકો પણ આ ગીત ગાશે તેમના અંદાજમાં અમૂલ દૂધ પીતા હૈ એમેરિકાપ , કારણ કે હવે અમેરિકા પણ આનંદથી અમૂલ બ્રાન્ડનું દૂધ પીશે. આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પણ નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે.
અમૂલ બ્રાન્ડ, જે ભારતમાં દરરોજ લાખો લિટર તાજા દૂધનો સપ્લાય કરે છે, તે હવે અમેરિકામાં પણ તેનું પ્રદર્શન કરશે. અમૂલ બ્રાન્ડ અહીં તાજા દૂધના સેગમેન્ટમાં કામ કરશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ય્ઝ્રસ્સ્હ્લ)એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની ૧૦૮ વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ બ્રાન્ડની તાજા દૂધની શ્રેણી ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં લોન્ચ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની મોટી વસ્તી છે.
અમૂલ યુએસમાં એક ગેલન (૩.૮ લિટર) અને અડધા ગેલન (૧.૯ લિટર)ના પેકેજિંગમાં દૂધ વેચશે. અમેરિકામાં માત્ર ૬% ફેટ સાથે અમૂલ ગોલ્ડ બ્રાન્ડ, ૪.૫% ફેટ સાથે અમૂલ શક્તિ બ્રાન્ડ, ૩% ફેટ સાથે અમુલ તાઝા અને ૨% ફેટ સાથે અમુલ સ્લિમ બ્રાન્ડ વેચવામાં આવશે. આ બ્રાન્ડ્સ હાલમાં ઇસ્ટ કોસ્ટ અને મિડ-વેસ્ટ માર્કેટમાં વેચવામાં આવશે. અમૂલ ભારતમાં પણ ઘરે ઘરે ઓળખવામાં આવતું નામ છે. આ ભારતની સુપર બ્રાન્ડ્સમાંની એક છે. એટલું જ નહીં, ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી સહકારીનો ફેલાવો થયો અને તેના કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો પણ નંખાયો.
Recent Comments