દેશનો પ્રથમ કિસ્સોઃ હાઇકોર્ટે ૨૪ સપ્તાહના ગર્ભને પાડવા મંજુરી આપી
બોમ્બે હાઈકોર્ટે એક મહિલાને ૨૪ સપ્તાહનો ગર્ભ પાડવાની પરવાનગી આપી છે. મહિલાના ગર્ભમાં ૩ ભૃણ ઉછરી રહ્યા હતા. ૨૪ સપ્તાહના ગર્ભને પાડવાની પરવાનગી આપવાનો સંભવતઃ દેશમા એ પહેલોે કેસ છે. જે જે હોસ્પીટલની એક નિષ્ણાંત પેનલે ગર્ભને પાડવાની પરવાનગી આપવાની ભલામણ કરી હતી. કહેવાયુ હતુ કે તે મહિલાની માનસિક હાલત બરાબર નથી.
જસ્ટીશ શાહરૂખ કાઠવાલા અને જસ્ટીશ સુરેન્દ્ર તાવડેની પીઠે એક માનસિક સમસ્યાથી પીડીત ૪૧ વર્ષની મહિલા અને તેના પતિની એ અરજીનો સ્વીકાર્ય કર્યો હતો કે જેમા કહેવાયુ હતુ કે મહિલાના ગર્ભમાં ૩ ભૃણ ઉછરી રહ્યા છે. જેઓ સ્વસ્થ ન હોવાને કારણે ગર્ભપાત કરવાની પરવાનગી આપવામાં આવે.
મહિલાના ગર્ભમાં ભૃણમાંથી જ્યાં એકનુ માથુ નથી તો બીજામા આનુવાંશિક અસામાન્ય સ્થિતિ પેદા થવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. જ્યારે એક સ્વસ્થ પેદા થાય તેવી સંભાવના હતી.
પેનલે ૨૦મી મે એ આપેલા રીપોર્ટમાં કહ્યુ હતુ કે પહેલુ ભૃણ માથા વગરનું દેખાય છે જે જન્મ લીધા બાદ પેદા થવાની સંભાવના નથી. જ્યારે બીજામાં નરમ ક્રોમોસોમલ માર્કર દેખાય છે. જેનોે અર્થ એ છે કે તે આનુવાંશિક સમસ્યાથી પીડાય છે. ત્રીજુ સ્વસ્થ છે.
પેનલે કહ્યુ હતુ કે મહિલાને ગર્ભાવસ્થાને લઈને આગળ જઈને મુશ્કેલી થઈ શકે છે. ૩માંથી ૨ સ્વસ્થ ન હોવા અંગે વિચારીને મહિલાનું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે.
Recent Comments