fbpx
રાષ્ટ્રીય

દેશભરના કુલ કોરોના કેસોમાં ૫૦ ટકા કેસ કેરળમાં નોંધાયા. કેરળમાં કોરોનાનો હાહાકારઃ બે દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરળ સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. પાછલા ૨૦ દિવસમાં સૌથી વધારે કેસ ૨૪ કલાકમાં સામે આવ્યા છે.

દેશભરના કુલ કેસમાં ૫૦ ટકા કેસ કેરળમાં છે. આ આંકડાઓ સામે આવ્યા પછી કેરળ સરકારે લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લીધો છે. કોરોનાની બીજી લહેરનો સંપૂર્ણપણે અંત નથી આવ્યો. કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. બીજી લહેર પીક પર પહોંચી પછી કેરળમાં કેસ ઘટવા લાગ્યા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરરોજના ચાર લાખ કેસ ઘટીને ૨ લાખ સુધી પહોંચવામાં ૨૬ દિવસનો સમય લાગ્યો હતો. ૨ લાખ કેસથી ૧ લાખ સુધી આવવામાં ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. એક લાખ કેસથી ૫૦ હજાર કેસ સુધી આવવામાં ૨૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ પાછલા ૩૧ દિવસથી નવા કેસ ૩૦-૪૦ હજારની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારના રોજ નોંધાયેલા કેસમાં ૮૦ ટકા કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોના છે.

ચિંતાજનક વાત એ છે કે દેશના કુલ કેસમાંથી ૫૦ ટકા માત્ર કેરળથી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૬૬ ટકા વસ્તી કોરોના સંક્રમિત છે, કન્ટેનમેન્ટ સ્ટ્રેટજી પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે અને ઈદના અવસર પર છૂટ આપવામાં આવી હતી, આ કેસ વધવાના મુખ્ય કારણો છે. કેરળમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર પોતાની ટીમ કેરળ મોકલશે. આ ટીમમાં ૩-૪ સભ્યો હશે. આ ટીમ હોસ્પિટલમાં બેડની સ્થિતિ, એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર અને મેડિકલ ઓક્સિજનની સાથે સાથે કોરોના રસીકરણના પૂરતા સંસાધનોની સ્થિતિ જાેશે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં ૩૯૩૧, ત્રિશૂરમાં ૩૦૦૫, કોઝિકોડમાં ૨૪૦૦, એર્નાકુલમમાં ૨૩૯૭, પલક્કડમાં ૧૬૪૯ અને કોલ્લમમાં ૧૪૬૨, અલાપ્પુઝામાં ૧૪૬૧, કન્નૂરમાં ૧૧૭૯, તિરુવનંતપુરમમાં ૧૧૦૧, કોટ્ટાયમમાં ૧૦૬૭ કેસ આવ્યા છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે નવા મામલામાં ૧૦૦ સ્વાસ્થ્ય કર્મી સામેલ છે. રાજ્યમાં વિભિન્ન જિલ્લાના હાલ ૪,૪૬,૨૧૧ લોકો ઓબ્જર્વેશનમાં છે.

Follow Me:

Related Posts