દેશમાં અત્યારસુધી ૭૯,૬૭,૬૪૭ લોકોને કોરોના રસી આપવામાં આવી અત્યાર સુધી કોરોનાના કુલ ૧,૦૮,૯૨,૭૪૬ કેસ નોંધાયા, જેમાંથી ૧,૦૬,૦૦,૬૨૫ લોકો સાજા થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨,૧૪૩ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ ૧૧,૩૯૫ લોકો સાજા થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૩ લોકોનાં મોત થાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૧,૦૮,૯૨,૭૪૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૧,૦૬,૦૦,૬૨૫ લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે ૧,૫૫,૫૫૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧,૩૬,૫૭૧ પર પહોંચી છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં ૭૯,૬૭,૬૪૭ લોકોને રસી આપવામાં આવી છે. શુક્રવારે ૭,૪૩,૬૧૪ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૩ ટકા છે. જ્યારે મૃત્યાંક ૧.૪ ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ ૨૦,૫૫,૩૩,૩૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ દેશમાં કોરોના વાયરસના ૭,૪૩,૬૧૪ ટેસ્ટ થયા હતા.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬૮ કેસ નોંધાયા છે. જેની સામે ૨૮૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪,૪૦૦ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૬૭ ટકા છે. રાજયમાં શુક્રવારે ૨૫,૮૨૩ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૭,૬૭,૬૧૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૬૦, સુરતમાં ૩૬, વડોદરામાં ૫૩, રાજકોટમાં ૪૬, આણંદમાં ૮, ખેડા, જામનગર, ગાંધીનગરમાં ૭-૭ સહિત કુલ ૨૬૮ કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ ૧૦ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે.
આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં ૬૧, સુરતમાં ૪૬, વડોદરામાં ૪૧, રાજકોટમાં ૪૫, દાહોદ, કચ્છમાં ૧૦-૧૦ સહિત કુલ ૨૮૧ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ ૧૭૬૭ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૮ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૭૩૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૫૮,૨૫૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Recent Comments