fbpx
ગુજરાત

દેશમાં અત્યાર સુધી ૧૮ કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીનો ડોઝ ૧૮ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા ૧૮,૦૪,૨૯,૨૬૧ છે. કોવિડ-૧૯ રસીકરણ અભિયાને સફળતાપૂર્વક ૧૧૮ દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ ૧૮ કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના ૧૮ કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે ૧૧૪ દિવસમાં પહોંચી ગયું છે. યુએસએને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં ૧૧૫ દિવસ જ્યારે ચીનને ૧૧૯ દિવસ લાગ્યા હતા.

અત્યાર સુધીમાં ૧૮,૦૪,૨૯,૨૬૧ આપવામાં આવેલા કોવિડ રસીના ડોઝમાંથી ૯૬,૨૭,૧૯૯ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તથા ૬૬,૨૧,૬૭૫ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ વોરિયર્સ ૧,૪૩,૬૩,૭૫૪ કર્મચારીઓને પ્રથમ ડોઝ તથા ૮૧,૪૮,૭૫૭ લાખ કર્મચારીઓને બીજાે ડોઝ મળી ચૂક્યો છે. મંત્રાલયે કહ્યું કે ૧૮-૪૪ વર્ષના કુલ ૪૨,૫૫,૩૬૨ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

‘કોવિડ-૧૯ રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-૩ની વ્યૂહનીતિ’નો અમલ ૧ મે ૨૦૨૧ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી ૫૦% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો ૫૦% જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસીના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.

Follow Me:

Related Posts