દેશમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ ડુંગળી થાય છે. ડુંગળીના ભાવમાં ઉછાળો રહ્યો તો આ રાજ્યોના ખેડૂતોને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. ગત વર્ષે કર્ણાટકમાં ડુંગળી ખરાબ થઈ જવાના કારણે ભાવ વધ્યા હતા. આ વખતે અફઘાનિસ્તાનમાંથી ડુંગળી ન પહોંચવાની શક્યતાના પગલે વધુ ભાવનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાેકે અન્ય રાજ્યોમાં ડુંગળી ખરાબ થઈ હોય તેવા સમાચાર ઓછા છે. તેના પગલે ભાવ વધુ રહેવાની શક્યતા ઓછી છે. વર્ષ ૨૦૧૯માં ભારતમાં ડંુગળીના ભાવ ૧૦૦ રૂપિયે કિલોથી વધુ થયા હતા. તે પછી ભારતે અફઘાનિસ્તાનથી લગભગ ૨ હજાર ટન ડુંગળીની આયાત કરી હતી. તે પછી ભાવ ૫૦થી ૫૫ રૂપિયા કિલો પર આવી ગયા હતા. તે સમયે કેન્દ્ર સરકારે મોંઘવારીના મુદ્દા પર આ પગલું ઉઠાવ્યું હતું. હવે સરકારની પાસે અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાનો વિકલ્પ પહેલા જેટલો સરળ નહિ હોય. ભારતમાં અફઘાનિસ્તાનમાંથી જરૂરિયાત મુજબ ડુંગળીની આયાત કરવામાં આવે છે. જરૂરી નથી કે દરેક વર્ષે ડુંગળી અફઘાનિસ્તાનમાંથી જ આયાત થાય.
ઘણી વખત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીનો પાક ખરાબ થવાના કારણે ડુંગળીના ભાવ વધે છે અને આ કારણે તેની આયાત કરવામાં આવે છે. ૨૦૨૦માં અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાની જરૂર પડી નથી. અફઘાનિસ્તાનમાંથી આ કારણોસર મંગાવવામાં આવે છે ડુંગળી ભારતમાં પાક ખરાબ થવાની સ્થિતિ પછી જ અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છેકે ડુંગળીના ભાવ એટલા ન વધે કે મોંઘવારીના કારણે સરકાર ઘેરાવવા લાગે. કોરોના મહામારીમાં ખેડૂતોને શાકભાજીની ખેતીમાં મોટુ નુકસાન થયું હતું. હવે તેની ચુકવણી કરવા માટે ડુંગળી પર મોટો દાવ કરવામાં આવી રહ્યો છે. અન્ય વર્ષોની સરખામણીમાં આ વર્ષે ડુંગળીનું ૨૫ ટકા વધુ વાવેતર થયું છે. અલવરના કેટલાક વિસ્તારમાં તો પહેલા અમુક જ ખેડૂતો ડુંગળીની ખેતી કરતા હતા. આ વખતે ઘણી જગ્યાઓ પર પહેલા કરતા ૧૦થી ૨૦ ગણી ડુંગળીની ખેતી કરવામાં આવી છે. અલવરની ડુંગળી દેશ સિવાય બાંગ્લાદેશ સુધી સપ્લાય થાય છે.૧ વીધાના ખેતરમાં ડુંગળીના વાવેતર અને તે ઉગે ત્યાં સુધી લગભગ ૬૫થી ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ થશે. ખેડૂતોને આશા છે કે ડુંગળીના ભાવ સારા રહ્યાં તો ૧ વીધામાં ૧.૫૦ લાખ રૂપિયા સુધીની ડુંગળી થઈ શકે છે.
ડુંગળીનો ભાવ ઓછો રહ્યો તો ખેડૂતો દેવામાં ડુબી શકે છે. આ એક પ્રકારનો જુગાર છે. ભાવ સારા રહ્યાં તો એક વીધાના ખેતરમાં બધો ખર્ચ કાપીને ૭૦થી ૮૦ હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકાશે. ભાવ ઓછો રહ્યો તો ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ જશે. એક વીધામાં ડુંગળીનો સારો પાક થવા પર ૧૨૫ કટ્ટા સુધી ડુંગળી થાય છે. એક કટ્ટામાં ૫૦ કિલો ડુંગળી થાય છે. સરેરાશ એક વીધામાં ૮૦ કટ્ટા ડુંગળી ઉગે છે. ભાવ સારો મળવા પર ખેડૂતની કમાણી થઈ શકે છે. બાકી તો ખર્ચ વધુ થાય છે. તેના પગલે ભરપાઈ થવી મુશ્કેલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને કારણે ભારતમાં ડુંગળી માર્કેટમાં ખેડૂતોને મોટો ફાયદો દેખાવવા લાગ્યો છે. આ વખતે અફઘાનિસ્તાનની ડુંગળીનું ભારત આવવું મુશ્કેલ છે. એવામાં ડુંગળીનું બજાર ખેડૂતોને હજારો કરોડો રૂપિયાનો ફાયદો કરવી શકે છે. દેશમાં ડુંગળીની ખેતીમાં અગ્રેસર એવા રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડૂતોએ ડુંગળીની ખેતીમાં ૨૬૦ કરોડ રૂપિયા લગાવ્યા છે. આ એક જિલ્લામાં જ લગભગ ૪૦ હજાર વીધામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ભાવ સારા મળ્યાં તો ખેડૂતોને ૬૦૦ કરોડ રૂપિયા મળી શકે છે.
Recent Comments