જે દેશ એક સમયે વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી વિકાસથી અર્થવ્યવસ્થામાં એક હતો તે દેશ વિશ્વમાં નીચેના ક્રમે પહોંચી ગયો છે કોરોના કાળમાં લોકડાઉનને કારણે લાખો લોકોએ નાના પાયાના વેપાર- ધંધા, રોજગાર ગુમાવ્યા અને તેની અસર આમ બજારો પર પડી છે. લોકોને આવક જ નહી હોય કે ઓછી આવક હશે તો જે તે ચીજવસ્તુઓની ખરીદી ઘટી જશે.... મતલબ મંદી આવશે, પરિણામે તેની અસર અર્થવ્યવસ્થા પર પડશે અને મંદી વધુ પ્રમાણમાં વકરશે.જાે કે દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થવા પર પહોંચ્યા બાદ આર્થિક મોરચે સારા સમાચાર મળી રહ્યા છે.જીએસટીની આવક વધી છે,જીડીપી ગ્રોથ રેટ વધ્યો છે આવી સ્થિતિ હોવા છતાં રોજગારી ક્ષેત્રે આવેલા આંકડા ચિંતાદેહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ અનુસાર ઓગસ્ટ માસમાં જ ૧૬ લાખ લોકો બેરોજગાર થયા છે....શહેરોમાં બેરોજગારીનો દર વધ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેરોજગારીના દર વધવા લાગ્યા છે. આ બધી બાબતોને લઈને નજર કરીએ તો કોરોના મહામારીએ દેશના અર્થતંત્રની કેડ ભાંગી નાખી છે. જાેકે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના દેશોની હાલત ડામાડોળ- ખરાબ કરી નાખી છે, ત્યારે ભારતની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ છે. દેશનું અર્થતંત્ર ભારે તકલીફમાં આવી ગયું છે.....! પરિણામે વિશ્વના દેશોની વિકાસની અર્થવ્યવસ્થાઓમાં ઝડપી ગતિએ દોડતા હતો તે ભારત દેશ હવે ઘણા નીચેના ક્રમે પહોંચી ગયો છે, અર્થવ્યવસ્થાની મંદી વધવા તરફ પહોંચી ગયો છે. જે કારણે ઉદ્યોગ ધંધા વેપાર ઠપ્પ થવાનો ડર લોકોમાં ફરી વળ્યો છે.....!!
ભારતમાં સરકારે કોરોના કેસો નહિવત થતા મોટાભાગના તમામ વેપાર-ધંધા,વિવિધ ઔદ્યોગીક ક્ષેત્રે છૂટછાટો આપી દેવામાં આવી છે અને તમામ પ્રકારના વેપાર-ધંધા, બજારો ખુલી ગયા છે, તો અનેક ઉદ્યોગ ધંધાર્થીઓએ કર્મચારીઓના પગારમાં કાપ કરવાની નોબત આવી છે. બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, લોકો મહા મુશ્કેલીથી બે છેડા ભેગા કરી શકે છે.....આજે પણ દેશમાં એકાદ કરોડથી વધુ લોકોએ નોકરી રોજગારી ગુમાવેલી છે.....! જેથી લોકોની આવક ઘટતા તેની અસર ખરીદારી પર પડી છે. એટલે બજારોમાં મંદી વ્યાપેલી છે. તેમાં પણ મોટી અસર બાંધકામ ક્ષેત્રમાં પડી છે, જ્યા ખરીદનારાજ નહીંવત છે એટલે ડેવલોપર્સો પણ બાંધ કામમાં ધીમા પડ્યા લાગે છે....કારણ ખરીદનાર મળતા ન હોય તો હાઉસિંગ બાંધકામો વધારવાનો અર્થ શો.....? બાંધકામ ક્ષેત્રે મોટાભાગે અસંગઠિત મજૂરો હોય છે. જે અસંગઠિત શ્રમજીવીઓ માટે સરકારે નીતિગત ર્નિણયો લેવાની જરૂર છે. વિકાસ કાર્યોના હાથ પગ ગણાતા તેમજ જેઓના થકુ બજારો જગમગતા રહેતા તેવા નોકરિયાતો, રોજમદારો કે મજૂરી કરનારાઓ માટે નિશ્ચિત આવક થાય કે મળી રહે તેવી કોઈ નીતિ ઘડવામાં આવી નથી. દેશમાં વધતી જતી મોંઘવારી, ખાદ્ય ચીજ- વસ્તુઓની કિંમતોમા થયેલા વધારાના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તો ગરીબો અને ઓછી આવક ધરાવનારા વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બજારોમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે.... પરંતુ તેના મુળીયા ખખડી ગયા છે ત્યારે બેરોજગારી વધી ગઈ છે તે બાબત ધ્યાનમાં લેવાની જરૂર છે......!
Recent Comments