દેશમાં પણ એક દિવસમાં રસીકરણનો રેકોર્ડ તૂટ્યો છે. ગત ૨૭ ઓગસ્ટે દેશભરમાં ૧.૦૨ કરોડને રસી અપાઈ હતી જે એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ હતો. પણ મંગળવારે ૧ કરોડ, ૨૫ લાખ, ૭૭ હજાર, ૯૮૩ લોકોને રસી અપાઈ એ સાથે આ રેકોર્ડ તૂટ્યો છે. આ આંકડો રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીનો હોવાથી એમાં હજુ વધારે થઈ શકે છે. આ સાથે દેશમાં કુલ ૬૫ કરોડ લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યા છે. જેમાંથી ૫૦.૨૫ કરોડથી વધુ લોકોને રસીો પ્રથમ ડોઝ મળ્યો છે જ્યારે ૧૪.૯૩ લોકો બીજાે ડોઝ મેળવી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે દેશમાં નવો કિર્તીમાન સ્થપાઈ ચૂક્યો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો હતો કે દેશમાં આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વસ્તીને રસી આપી દેવામાં આવશે. ૧૦ કરોડ રસી ૮૫ દિવસમાં અપાઈ – ૨૦ કરોડ રસી ૪૫ દિવસમાં અપાઈ – ૩૦ કરોડ રસી ૨૯ દિવસમાં અપાઈ – ૪૦ કરોડ રસી ૨૪ દિવસમાં અપાઈ – ૫૦ કરોડ રસી ૨૦ દિવસમાં અપાઈ – ૬૦ કરોડ રસી ૧૯ દિવસમાં અપાઈ
દેશમાં એક દિવસમાં ૧.૨૫ કરોડ લોકોને રસી રેકોર્ડ

Recent Comments