રાષ્ટ્રીય

દેશમાં કોરોનાએ પોતાની તીવ્રતા વધારી : ૨.૬૮ લાખ નવા કેસ

દેશની રાજધાની દિલ્હીમાં આ બીજી વખત બનશે જ્યારે પ્રજાસત્તાક દિવસ કોરોના મહામારીના નિયમ મુજબ ઉજવવામાં આવશે. જ્યાં ગયા વર્ષની જેમ આ વર્ષે આ આયોજન કોરોના મહામારી વચ્ચે થઇ રહ્યું છે. તે જ સમયે, હવે આ સમારોહ એવા સમયે થશે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સમય દરમિયાન ત્યાંના આયોજનની રીતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, સંરક્ષણ સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પરેડમાં ભાગ લેનારા ૨૫,૦૦૦ લોકોની સરખામણીએ આ વખતે ૨૪,૦૦૦ લોકોને જાેવાની મંજૂરી આપવામાં આવશે.દેશમાં કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના ૨,૬૮,૮૩૩ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ સક્રિય કેસની સંખ્યા વધીને ૧૪,૧૭,૮૨૦ થઈ ગઈ છે. દેશમાં હાલમાં ડેલી પોઝિટિવિટી રેટ વધીને ૧૬.૬૬ ટકા થઈ ગયો છે.

શુક્રવાર કરતા આજે શનિવારે દેશમાં કોરોનાના ૪,૬૩૧ વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારે ૨,૬૪,૨૦૨ કેસ સામે આવ્યા હતા. કોરોનાની સાથે સાથે દેશમાં ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. હવે ઓમિક્રોનના કેસની સંખ્યા ૬,૦૦૦ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ ૬,૦૪૧ કેસ આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગુરૂવારે ૧,૨૨,૬૮૪ દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધી કુલ ૩,૪૯,૪૭,૩૯૦ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેની સાથે જ ભારતમાં એક્ટિવ કેસની ટકાવારી ૩.૮૫ થઈ ગઈ છે. ત્યારે રિક્વરી રેટ ૯૪.૮૩ ટકાની નજીક છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પર લગામ લગાવવા માટે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ રસીકરણ અને ટેસ્ટિંગના આંકડાઓ પર પણ જાેર આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર મુજબ અત્યાર સુધી દેશમાં વેક્સિનની ૧૫૬.૦૨ કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં શુક્રવારે ૧૬ લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Related Posts