fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડોઃ ૪ હજારથી ઓછા મોત

ભારતમાં કોરોનાના કેસ ભલે ૧૯મી મેના રોજ પર ૩ લાખની નીચે રહ્યા હોય પરંતુ તેમાં છેલ્લા ૩ દિવસથી વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશમાં વધુ ૨.૭૬ લાખ નવા કેસ નોંધાયા છે, આ પહેલા મંગળવારે ૨.૬૭ લાખ અને સોમવારે ૨.૬૩ લાખ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ મૃત્યુઆંકમાં ૭૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની સંખ્યા ગઈકાલે નોંધાયેલા કેસ કરતા વધુ નોંધાઈ છે. જાેકે, ભારતમાં ૨૪ કલાકમાં સાડા ત્રણ લાખથી વધારે દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૭૬,૦૭૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩,૮૭૪ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે. ગઈકાલે આ આંકડો સાડા ૪ હજારને પાર કરીને ૪,૫૨૯ નોંધાયો હતો. ભારતમાં નવા કેસમાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ મોટી નોંધાતા એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨,૫૭,૭૨,૪૦૦ થઈ ગયો છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને વધુ ૩,૬૯,૦૭૭ દર્દીઓએ હરાવ્યો છે જેની સાથે કુલ સાજા થયેલી દર્દીઓની સંખ્યા ૨,૨૩,૫૫,૪૪૦ સાથે સવા બે કરોડની નજીક પહોંચી ગઈ છે. ભારતમાં ૩,૮૦૦થી વધુ દર્દીઓના કોરોના સામે મોત થયા કુલ મૃત્યુઆંક ૨,૮૭,૧૨૨ થઈ ગયો છે.

કોરોનાના એક્ટિવ કેસમાં થઈ રહેલો ઘટાડો બીજી લહેર સામે મળી રહેલી જીતનો સંકેત આપી રહી છે. પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા પછી દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૧,૨૯,૮૭૮ પર પહોંચી ગઈ છે.
દેશમાં ૧૬ જાન્યુઆરીએ શરુ થયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૭૦,૦૯,૭૯૨ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ૧૯ મે સુધીમાં દેશમાં કોરોના વાયરસની તપાસ માટે કુલ ૩૨,૨૩,૫૬,૧૮૭ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે ૨૦,૫૫,૦૧૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts