fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના સર્વાધિક ૧.૨૬ લાખથી વધુ નવા કેસ, ૬૮૫

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧.૨૬ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ દેશમાં કોરોના મહામારી ફેલાવાની શરૂઆત થયા બાદથી અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસમાં આવનાર કેસ છે. દેશમાં હાલમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા ૧,૨૯,૨૮,૫૭૪ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલના અમુક દિવસોમાં આ ત્રીજી વાર થયુ છે જ્યારે કોરોના વાયરસના એક દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. મંત્રાલય દ્વારા ગુરુવારે(૮ એપ્રિલ) સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૬,૭૮૯ નવા કેસ મળ્યા છે અને ૬૮૫ લોકોના મોત થયા છે. કોરોના મહામારીથી દેશમાં અત્યાર સુધી ૧,૬૬,૮૬૨ લોકોના મોત થઈ ગયા છે.

દેશમાં હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૯,૧૦,૩૧૯ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા ૧,૧૮,૫૧,૩૯૩ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૯,૨૫૮ લોકો રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી ૯,૦૧,૯૮,૬૭૩ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં સતત ૨૯માં દિવસે કોરોના સંક્રમણના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. દેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સરખામણીમાં જાે કુલ કેસો સાથે કરવામાં આવે તો એ ૬.૫૯ ટકા છે.

દેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા સક્રિય દર્દીઓની સંખ્યા ૧૨ ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી હતી. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ દેશમાં આ સંખ્યા ૧,૩૫,૯૨૬ હતી કે જે સંક્રમણના કુલ કેસોના ૧.૨૫ ટકા હતી. કોરોનાની બીજી લહેરમાં લોકોનો રિકવરી રેટ પણ ઘટીને ૯૨.૧૧ ટકા થઈ ગયો છે. દેશમાં ડેથ રેટ પણ ૧.૩૦ ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. ત્યારબાદ તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, દિલ્લી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશમાં કેસોની સંખ્યા વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી જે લોકોના કોવિડથી મોત થયા છે તેમાંથી ૭૦ ટકાથી વધુને કોઈ અન્ય બિમારીઓ હતી.

Follow Me:

Related Posts