fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૧૩,૯૯૩ના નવા કેસ નોંધાયા, ૧૦૧નાં મોત

દેશમાં કોરાના વાઇરસના ૧૧,૦૦૦થી સતત વધુ નવા કેસ નોંધાયા છે. જાેકે દેશમાં નવા કેસો ઘણા સમયથી ૨૦,૦૦૦થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૯ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૩,૯૯૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ લોકોનાં મોત થયાં છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧,૦૯,૭૭,૩૮૭ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૧,૫૬,૨૧૨ લોકોનાં મોત થયાં છે. જાેકે આ ખતરનાક બીમારીને ૧,૦૬,૭૮,૦૪૮ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૦,૩૦૭ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧,૪૩,૧૨૭ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૯૭.૨૬ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪૩ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૦૭,૧૫,૨૦૪ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૫,૨૭,૧૯૭ કોરોના રસી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts