fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૮ હજારથી વધારે કેસ નોંધાતા સરકાર એલર્ટ

ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે થોડો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૪૭ હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૨૪ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૭,૯૯૫ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૭૭૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૫૭,૩૩૫ લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૫,૧૯,૮૧,૧૫૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૧૧,૭૭,૧૪૬ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણશરૂ થયું હતું.

Follow Me:

Related Posts