દેશમાં કોલસાની અછતના લીધે વીજસંકટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે આવ્યા
દિલ્હીમાં કોઇ વીજકાપ લદાવા જઇ રહ્યો નથી. ઘરેલુ અને આયાતી કોલસાનો પુરવઠો કિંમતની પરવા વિના અવિરત રીતે જારી છે. કોઇપણ સંજાેગોમાં ગેસનો પુરવઠો પણ ખૂટી જવાનો નથી. રવિવારે આર કે સિંહે તેમના મંત્રાલયના અધિકારીઓ, તાતા પાવર અને ગેઇલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વીજ ઉત્પાદકો અને વિતરક કંપનીઓએ કોલસાનો જથ્થો ફક્ત બે દિવસ ચાલે એટલો જ હોવાનો દાવો કર્યોપગુજરાતના મુંદ્રા ખાતે આવેલી તાતા પાવરે વીજળીનું ઉત્પાદન સ્થગિત કરી દીધુંપમુંદ્રા સ્થિત અદાણી પાવર પણ કોલસાની અછતનો સામનો કરી રહી છેપગ્રીડ ઓપરેટરના જણાવ્યા અનુસાર ૧૩૫ પાવર સ્ટેશન પાસે બે દિવસના કોલસાનો જથ્થોપદિલ્હીમાં વીજવિતરણ કરતી તાતા પાવરે ગ્રાહકોને જાળવીને વીજળી વાપરવા એસએમએસ કર્યાપ દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને કોલસાની અછત પર પત્ર લખ્યોપપંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશને સંખ્યાબંધ વિસ્તારમાં ૩-૪ કલાકનો વીજકાપ લાગુ કર્યોપસમગ્ર રાજસ્થાનમાં રોજનો એક કલાકનો વીજકાપ લાગુ કરાયોપતામિલનાડુ, ઝારખંડ, બિહાર અને આંધ્રપ્રદેશમાં કોલસાની તીવ્ર અછતથી વીજકાપ લાગુરાજ્ય સરકારોએ થર્મલ પાવર સ્ટેશનો માટે કોલસાનો જથ્થો ખૂટી રહ્યાની ફરિયાદો કેન્દ્ર સરકારને કર્યા બાદ રવિવારે કેન્દ્રીય ઊર્જામંત્રી આર કે સિંહે જણાવ્યું હતું કે, કોલસાની અછત અંગે રાજ્ય સરકારો દ્વારા ખોટો ભય ફેલાવવામાં આવી રહ્યો છે.
દેશ પાસે પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ છે અને અમે આખા દેશને વીજળી પૂરી પાડી રહ્યાં છીએ. જે રાજ્યને વીજળીની જરૂર હોય તે અમને વિનંતી મોકલે અને અમે તેમને વીજપુરવઠો પૂરો પાડીશું. તાતા પાવર અને ગેઇલ દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેજવાબદાર નિવેદનોના કારણે ભયનો માહોલ સર્જાયો છે. દિલ્હીમાં પણ ખોટી રીતે ભય ફેલાવવામાં આવી રહ્યો છે. દિલ્હી પાસે હજુ ૪ દિવસ ચાલે એટલો કોલસો ઉપલબ્ધ છે અને દિલ્હીને ટૂંકસમયમાં કોલસાનો પુરવઠો મળશે. કેન્દ્રીય કોલસામંત્રી પ્રહલાદ જાેશીએ રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં વીજસંકટ સર્જાવાની કોઇ સંભાવના નથી. કોલ ઇન્ડિયા પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાનો અંત આવતાં જ કોલસાના પુરવઠામાં વધારો થશે. કોલ ઇન્ડિયા પાસે અત્યારે ૪૩૦ લાખ ટન કોલસાનો જથ્થો છે જે દેશની જરૂરિયાત ૨૪ દિવસ સુધી પૂરી કરી શકે છે. પાવર સ્ટેશનોને દરરોજ કોલસાનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં વીજ ઉત્પાદનમાં ૨૪ ટકાનો વધારો થયો છે.
Recent Comments