દેશમાં ગેસ સિલિન્ડર પર વધારો : અમદાવાદમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ૮૯૧.૫૦ રૂપિયા
સરકારી ઓઈલ કંપનીઓએ આજે ૧ સપ્ટેમ્બરે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા છે. દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ૧૪.૨ કિલોના ન્ઁય્ સિલિન્ડર ૮૮૪.૫૦ રૂપિયાનો થઈ ગયો છે. જયારે અમદાવાદમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ૮૯૧.૫૦ રૂપિયા થઈ છે. આ પહેલા ૧૮ ઓગસ્ટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે ૧૪ દિવસમાં જ સબસિડી વગરનો સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘો થયો છે. છેલ્લા ૭ વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડર(૧૪.૨ કિલોગ્રામ)ની કિંમત બેગણી થઈને ૮૮૪.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ૧ માર્ચ ૨૦૧૪ના રોજ ૧૪.૨ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૪૧૦.૫ રૂપિયા હતી. જે હવે ૮૮૪.૫૦ રૂપિયા છે.
Recent Comments