દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૫ લાખ નવા કેસ, ૪૨ દિવસમાં સૌથી ઓછા; ૩૪૯૬નાં મોત
દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. સોમવારે ૧ લાખ ૯૫ હજાર ૬૮૫ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ આંકડો છેલ્લા ૪૨ દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં ૧૩ એપ્રિલ ૧ લાખ ૮૫ હજાર ૩૦૬ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
જાેકે મૃત્યુઆંક સરકાર અને લોકો માટે ચિંતાનું કારણ છે. સોમવારે દેશમાં ૩,૪૯૬ લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત છે કે આ દરમિયાન ૩ લાખ ૨૬ હજાર ૬૭૧ લોકોએ કોરોનાને માત આપી હતી. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૧ લાખ ૩૪ હજાર ૫૭૨નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
દેશનાં ૧૯ રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
દેશનાં ૧૩ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જાેકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કાલે મીડિયા સાથે વાત કરીને માહિતી આપી હતી કે જિલ્લા સ્તરે પણ કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે કારણકે ૩ મે સુધી જે રિકવરી રેટ ૮૧.૭ ટકા હતો તે હવે વધીને ૮૮.૭ ટકા થઈ ગયો છે.
સોમવારે રાજધાની દિલ્લીમાં પણ કોરોનાના ૧૫૫૦ કેસ સામે આવ્યા હતા કે જે રવિવારની તુલનામાં ઘણા ઓછા હતા. દિલ્લીમાં હાલમાં સક્રિય કેસ ૨૪૫૭૮ કેસ છે. વળી, દિલ્લીાં સંક્રમણનો દર ૨.૫૨ ટકા પહોંચી ગયો છે. વળી, રિકવરી રેટ ૯૬.૬૧ ટકા થઈ ગયો છે કે જે રાહતના સંકેત છે. તમને જણાવી દઈએ કે ૩૦ માર્ચ બાદ સોમવારે કોરોનાના સૌથી ઓછા કેસ દિલ્લીમાં નોંધવામાં આવ્યા હતા. જાે કે દિલ્લીમાં એક સપ્તાહ માટે લૉકડાઉન ફરીથી લંબાવવામાં આવ્યુ છે.
Recent Comments