દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજાર કેસ નોંધાયા, ૭૨૪ લોકોના મોત
ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને નવા સંક્રમણનો આંકડો ઘટીને ૪૦,૦૦૦ની અંદર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા ૪૧,૫૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે ૮૯૫ દર્દીઓના મોત થયા હતા, જેમાં આજે નોંધાયેલા કેસમાં ઘટાડો નોંધાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના વાયરસના નવા કેસ મુજબ ૨૪ કલાકમાં વધુ ૩૭,૧૫૪ દર્દીઓનો પોઝિટિવ આવ્યા છે, ૨૪ કલાકમાં નોંધાયેલા મૃત્યુઆંક ઘટાડા સાથે ૭૨૪ પર પહોંચ્યા છે. વધુ ૩૯,૬૪૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.
ભારતમાં વધુ ૩૭ હજાર કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૦૮,૭૪,૩૭૬ થઈ ગયો છે. બીજી તરફ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ ૩ કરોડને પાર કરીને ૩,૦૦,૧૪,૭૧૩ થઈ ગઈ છે. વધુ ૭૨૪ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪,૦૮,૭૬૪ પર પહોંચી ગયો છે.
કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી નોંધાવાના લીધે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં કોરોનાના નવા કેસ ધીમી ગતિએ ઘટતા હોવાથી એક્ટિવ કેસ પણ ધીમી ગતિએ ઘટી રહ્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪,૫૦,૮૯૯ થઈ ગઈ છે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ ૩૭,૭૩,૫૨,૫૦૧ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે ૧૧ જુલાઈના દિવસે કુલ ૧૨,૩૫,૨૮૭ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૧ જુલાઈ સુધીમાં કુલ ૪૩,૨૩,૧૭,૮૧૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૪,૩૨,૩૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.
Recent Comments