રાષ્ટ્રીય

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦,૧૨૦ પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૦૧૨૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૪૨૨૯૫ લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૫ લોકોના કોરોનાથી જીવ જતા રહ્યા છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના કુલ સક્રિય કેસ ૩૮૫૨૨૭ છે જ્યારે અત્યાર સુધી ભારતમાં કોરોનાથી ૪,૩૦,૨૫૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણના કુલ ૩,૨૧,૧૭,૮૨૬ કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી ૩,૧૩,૦૨,૩૪૫ લોકો રિકવર થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં કુલ ૫૨.૯૫ કરોડ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૭,૩૧,૫૭૪ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. દેશમાં કુલ સક્રિય કેસ અત્યાર સુધી આવેલા સંક્રમણના માત્ર ૧.૨૦ ટકા છે કે જે માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધી સૌથી ઓછા છે. વળી, રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૭.૪૬ ટકા છે. દેશમાં કોરોના ટેસ્ટીંગને પણ સતત ઝડપી બનાવાઈ રહ્યુ છે અને અત્યાર સુધી ૪૮.૯૪ કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅંટ પ્લસ વેરિઅંટથી પહેલુ મોત થયુ છે. મૃતક ૬૩ વર્ષીય મહિલા છે જેમણે વેક્સીનના બંને ડોઝ લીધા હતા. ૨૧ જુલાઈએ તે કોવિડ પૉઝિટિવ મળી આવ્યા હતા અને ૨૭ જુલાઈએ તેમનુ નિધન થઈ ગયુ. મહિલાને ડાયાબિટીઝ સહિત ઘણી બિમારીઓ હતી. તે મુંબઈના સાત દર્દીઓમાંના એક હતા જે હાલમાં જ ડેલ્ટા પ્લસ વેરિઅંટથી ગ્રસ્ત જાેવા મળ્યા હતા. કેરળમાં પણ ગુરુવારે કોરોના સંક્રમણના ૨૧,૪૫૫ નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રિતોની સંખ્યા વધીને ૩૬,૩૧,૬૩૮ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જણાવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણથી ૧૬૦ લોકોના મોત થયા ત્યારબાદ રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે મરનારની સંખ્યા ૧૮,૨૮૦ થઈ ગઈ છે.


કર્ણાટકમાં ગુરૂવારે કોવિડ-૧૯ના ૧,૮૫૭ નવા કેસ સામે આવવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૯.૨૪ લાખ થઇ ગઇ છે જ્યારે ૩૦ દર્દીના મોત થતા મૃતકોની સંખ્યા ૩૬,૯૧૧ પર પહોચી ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧,૯૫૦ દર્દી સંક્રમણ મુક્ત પણ થયા છે, જે રાજ્યાં આ જીવલેણ વાયરસ સંક્રમણને માત આપનારાની સંખ્યા વધીને ૨૮,૬૫,૦૬૭ થઇ ગઇ છે.

Related Posts