fbpx
રાષ્ટ્રીય

દેશમાં નવા ૭ કેસ ઓમિક્રોનના આવતા સરકાર ચિંતિત

ભારતમાં ૩ ડિસેમ્બર સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના સબ-વેરિયન્ટ ગણાતા છરૂ.૪.૨ના કુલ ૧૮ દર્દી નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ૧૦ દર્દી ગુજરાતમાં નોંધાયા છે. લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ માહિતી આપી હતી. બ્રિટનમાં કોરોનાના નવા કેસોમાં ડેલ્ટાના આ નવા વેરિયન્ટના કેસોનું પ્રમાણ ૧૫ ટકા જેટલું છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડેલ્ટા કરતા તેના સબ-વેરિયન્ટનું સંક્રમણ ૧૦ ટકા વધુ ઝડપી છે. દેશમાં છરૂ.૪.૨ના જે ૧૮ કેસ નોંધાય છે તેમાંથી ૧૦ ગુજરાતમાં, ૪ તામિલનાડુમાં, ૨ આસામ અને એક-એક કેસ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નોંધાયા છે. બ્રિટનમાં આ વેરિયન્ટના કેસમાં ઝડપી વધારો થયા બાદ તેના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે કે કેમ એવા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ આ માહિતી આપી હતીમહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના વધુ ૭ કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણ કેસ મુંબઈમાં સામે આવ્યા છે. અન્ય કેસ પિંપરી ચિંચવડના છે. સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધી જેટલા પણ કેસ નોંધાય છે તેમાં મામુલી લક્ષણો છે. જામનગરમાં ઝિમ્બાબ્વેથી પરત ફર્યા બાદ ઓમિક્રોન સંક્રમિત બનેલા વૃદ્ધના પત્ની અને તેમના સાળાનો ઓમિક્રોન ટેસ્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો, તો પહેલીવાર દેશમાં ૩ વર્ષનું બાળક ઓમિક્રોન સંક્રમિત હોવાનું નોંધાયું છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને ૩૨ થયા છે. મુંબઈના ધારાવીમાં ટાન્ઝાનિયાથી પરત ફરેલો શખ્સ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. માત્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૧૭ કેસ થયા છે. જાે કે રાહતની વાત એ છે કે પૂણેમાં ૫ ઓમિક્રોન દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તો રાજસ્થાનમાં તમામ ૯ ઓમિક્રોન દર્દીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. જે ૭ નવા કેસ મળ્યા છે તેમાં ચારનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જ્યારે એક દર્દીને સિંગલ ડોઝ મળ્યો હતો. રસીકરણમાં ભારત ૧૭મા ક્રમે, ૧૩.૩ કરોડે હજુ પહેલો ડોઝ નથી લીધો રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં રસી માટે લાયક ૯૩.૯ કરોડ લોકોમાંથી ૧૩.૩ કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. કુલ વસ્તીમાં સંપૂર્ણ રસીકરણ થયું હોય એટલી વસ્તીના પ્રમાણના આધારે ભારતનો ક્રમ વિશ્વમાં ૧૭મો છે. દેશમાં રસીકરણ માટે લાયક વસ્તીમાં ૫૩ ટકાએ બન્ને ડોઝ મેળવી લીધા છે.

Follow Me:

Related Posts