દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૭૦ હજાર નવા કેસ, ૩,૯૨૧ લોકોના મોત

ભારતમાં સતત સાત દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો ઘટી રહ્યો છે અને આ આંકડો ૧ લાખની અંદર નોંધાઈ રહ્યો છે. આ સાથે પાછલા ૭૨ દિવસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા ૩૧ માર્ચના રોજ ૭૨,૩૩૦ નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોનાના કેસ ૪ લાખથી એક લાખની અંદર આવી ગયા પરંતુ મૃત્યુઆંક ૪૦૦૦ના આંકનો પીછો નથી છોડી રહ્યો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૦,૪૨૧ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૯૨૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ૨૦૦૦ની નજીક આવીને ફરી ૪૦૦૦ની પાસે પહોંચી જતા હજુ ચિંતા ઓછી નથી થઈ. જાેકે, નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘણી મોટી હોવાથી એક્ટિવ કેસમાં ખાસો ઘટાડો થઈ રહ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૯૫,૧૦,૪૧૦ પર પહોંચી ગઈ છે, જ્યારે વધુ ૨,૯૫,૧૦,૪૧૦ દર્દીઓ સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૧,૬૨,૯૪૭ પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના લીધે થયેલા મૃત્યુનો આંક વધીને ૩,૭૪,૩૦૫ પર પહોંચી ગયો છે. ભારતમાં સતત કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે જેના લીધે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખની અંદર (૯,૭૩,૧૫૮) પહોંચી ગઈ છે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન બાદ દેશમાં હાલ ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. આજે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં રસીના કુલ ૨૫,૪૮,૪૯,૩૦૧ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૩ જૂન સુધીમાં કુલ ૩૭,૯૬,૨૪,૬૨૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૪,૯૨,૧૫૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.
Recent Comments