રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા?!… દેશમાં આ જગ્યા પર પેટ્રોલ-ડિઝલ થયું મોઘું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલના ભાવમાં શનિવારે હળવી તેજી જાેવા મળી રહી છે. ઉ્‌ૈં ક્રૂડ આજે ૦.૯૬ ડોલર (૧.૨૭ ટકા) વધીને ૭૬.૬૮ ડોલર પ્રતિ બેરલ વેચાઈ રહ્યું છે. તો વળી બ્રેંટ ક્રૂડના ભાવ ૧.૧૯ ડોલર (૧.૪૬ ટકા) વધીને ૮૨.૭૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. દેશમાં પણ કેટલીય જગ્યા પર પેટ્રોલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજ સવારે ઈંધણના નવા રેટ જાહેર કરે છે. આજે હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં ૬૩ પૈસાનો ઘટાડો છે અને તે ૯૫.૦૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર વેચાઈ રહ્યું છે.

ડીઝલના ભાવમાં પણ ૫૭ પૈસાનો ઘટાડો થયો છે, તેની કિંમત ૮૪.૩૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હિમાચલ ઉપરાંત હરિયાણા, ઝારખંડ, કર્ણાટક અને તેલંગણા સહિત અમુક અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નીચે આવ્યા છે. બીજી તરફ પંજાબમાં પેટ્રોલ ૪૭ પૈસા મોંઘુ થઈને ૯૭.૮૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૪૫ પૈસા વધીને ૮૮.૧૫ રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યું છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળ, રાજસ્થઆન, તમિલનાડૂ તથા મહારાષ્ટ્ર સહિત અમુક અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવમાં જેમના તેમ છે. ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છે આ પ્રકારે જેમાં દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલ ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૨.૬૩ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે. હવે આપ જીસ્જી દ્વારા પણ પેટ્રોલ ડીઝલના ભાવ રોજ જાણી શકો છો. ઈંડિયન ઓયલના કસ્ટમર ઇજીઁ અને પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહકો ઇજીઁ તથા પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર જીસ્જી મોકલીને ભાવ જાણી શકે છે. તો વળી એચપીસીએલ ગ્રાહકો ૐઁઁિૈષ્ઠી તથા પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Related Posts