fbpx
ગુજરાત

દેશમાં ફરીથી મોંઘો થયો રાંધણ ગેસ, ૩.૫૦ રૂપિયાનો વધારો કરાયો

દેશમાં ફરીથી એક વાર સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર એટલે કે ૧૪.૨ કિલોગ્રામવાળા રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૩ રૂપિયા ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હવે ૧૦૦૦ રૂપિયાથી વધુ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે૭ મેના દિવસે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧૯ કિલોગ્રામવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રાંધણ ગેસના ભાવ, દિલ્લીઃ ૧૦૦૩ રૂપિયા, મુંબઈ – ૧૦૦૩ રૂપિયા, કોલકત્તા – ૧૦૨૯ રૂપિયા, ચેન્નઈ – ૧૦૧૮ રૂપિયા, કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ, દિલ્લીઃ ૨૩૫૪ રૂપિયા, મુંબઈ – ૨૩૦૬ રૂપિયા, કોલકત્તા – ૨૪૫૪ રૂપિયા, ચેન્નઈ – ૨૫૦૭ રૂપિયા આ પહેલા રાંધણ ગેસના ભાવમાં ૭ મેના રોજ ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૯૯૯.૫૦ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. વળી, આ પહેલા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ તેની કિમત ૨૨૫૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગઈ હતી.

Follow Me:

Related Posts