રાષ્ટ્રીય

દેશમાં બેરોજગારી સંકટ : ૧ મહિનામાં ૧૫ લાખ લોકોએ નોકરી ગુમાવી

શહેરોમાં બેરોજગારીનો દર ૧.૫ ટકા વધીને ૯.૭૮ ટકા થયો છે. જુલાઇમાં આ દર ૮.૩ ટકા હતો. સાથે જ ગ્રામીણ બેરોજગારીનો દર ૧.૩ ટકાના વધારા સાથે ૭.૬૪ ટકા થયો છે, જે જુલાઇમાં ૬.૩૪ ટકા હતો. દેશમાં કામકાજ કરતા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯.૭૭ કરોડ નોંધાઈ હતી. જે ઓગસ્ટમાં ૩૯.૩૩ કરોડ થઈ. એ જાેતા એક મહિનામાં અંદાજે ૧૬ લાખ લોકો બેરોજગાર થયા છે. તેમાં સૌથી વધુ સંખ્યા ગ્રામીણ વિસ્તારની છે. જાે કે તેની પાછળ ખરીફ સિઝનમાં ઓછા વાવેતરને પણ કારણરૂપ મનાય છે. સીએમઆઇઇના ઓગસ્ટ મહિનામાં દેશમાં બેરોજગારીનો સૌથી વધુ દર હરિયાણામાં ૩૫.૭ ટકા નોંધાયો છે. જ્યારે સિક્કિમમાં શૂન્ય દર નોંધાયો છે.જ્યારે ગુજરાતમાં ૧.૬ ટકા, ઓડિશામાં ૨.૨ ટકા બેરોજગારી દર નોંધાયો હતો.દેશમાં હાલમાં જીડીપી વૃદ્ધિદર અને જીએસટીના રેકોર્ડબ્રેક કલેક્શનના આંકડા આવ્યા. આ દરમિયાન ઓગસ્ટ મહિનામાં બેરોજગારીનો દરના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. દેશમાં બેરોજગારીના આંકડા પર નજર રાખતી સંસ્થા સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના તાજા આંકડાઓ મુજબ રાષ્ટ્રીય બેરોજગારીનો દર ઓગસ્ટમાં ૧.૩૭ ટકાથી વધીને ૮.૩૨ ટકા થયો છે. જુલાઇમાં આ આંકડો ૬.૯૫ ટકા હતો.

Related Posts