“દેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે લોકો પરેશાન થયા” : પ્રધાનમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી હતી. પહાડી વિસ્તારોમાં પણ ભૂસ્ખલન થયું હતું. આ આફતો વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસોની શક્તિ શું છે. દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ અને સામાન્ય જનતાએ સાથે મળીને કામ કર્યું અને સામૂહિક તાકાત બતાવી. પીએમ મોદીએ કહ્યું કે જન કલ્યાણની આ લાગણી ભારતની ઓળખ અને ભારતની તાકાત છે. મિત્રો, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે પણ એટલો જ મહત્વનો છે. અત્યારે ૫૦ હજારથી વધુ અમૃત તળાવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા પ્રયાસો કરી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વરસાદનું પાણી હવે આ કુવામાં જાય છે, અને આ કુવાઓનું પાણી જમીનની અંદર જાય છે, જેના કારણે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ધીમે ધીમે સુધરશે.
હવે તમામ ગ્રામજનોએ સમગ્ર વિસ્તારમાં ૮૦૦ જેટલા કુવાઓનો રિચાર્જ માટે ઉપયોગ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વરસાદનું પાણી હવે આ કુવામાં જાય છે, અને આ કુવાઓનું પાણી જમીનની અંદર જાય છે, જેના કારણે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ધીમે ધીમે સુધરશે. હવે તમામ ગ્રામજનોએ સમગ્ર વિસ્તારમાં ૮૦૦ જેટલા કુવાઓનો રિચાર્જ માટે ઉપયોગ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ દરમિયાન અમે ઉત્તર પ્રદેશમાં ૩૦ કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે પવિત્ર સાવન મહિનામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અભિગમનું ખૂબ મહત્વ છે. આ શ્રદ્ધા અને આપણી આ પરંપરાઓની બીજી બાજુ પણ છે. આપણા આ તહેવારો અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. પીએમ મોદીએ કહ્યું કે એમપીના ઉજ્જૈનમાં દેશભરના ૧૮ ચિત્રકારો પુરાણો પર આધારિત આકર્ષક કાર્ટૂન બનાવી રહ્યા છે. પરંપરાઓ અને આપણા વારસાને જીવંત રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પોતાની અમેરિકન મુલાકાતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે હું અમેરિકન સરકારનો આભાર માનું છું, જેણે આપણી વર્ષો જૂની કલાકૃતિઓ અને મૂલ્યવાન વારસો પરત કર્યો છે. હજ યાત્રાને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મન કી બાતમાં મને પણ મોટી સંખ્યામાં આવા પત્રો મળ્યા છે, જે મનને ઘણો સંતોષ આપે છે. આ પત્રો એ મુસ્લિમ મહિલાઓએ લખ્યા છે જેઓ તાજેતરમાં હજ યાત્રાએથી આવી છે. તેમની આ યાત્રા ઘણી રીતે ખાસ છે. “અગાઉ, મુસ્લિમ મહિલાઓને મેહરમ વિના હજ કરવાની મંજૂરી ન હતી. હું મન કી બાત દ્વારા સાઉદી અરેબિયા સરકારનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મેહરમ વગર હજ પર જતી મહિલાઓ માટે ખાસ મહિલા સંયોજકોની નિમણૂક કરવામાં આવી હતી., છેલ્લા કેટલાક વર્ષોમાં હજ પોલિસીમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. અમારી મુસ્લિમ માતાઓ અને બહેનોએ મને આ વિશે ઘણું લખ્યું છે. હવે વધુને વધુ લોકોને હજ પર જવાની તક મળી રહી છે.
Recent Comments