fbpx
ગુજરાત

દેશમાં મોઘવારીએ અજગરી ભરડો લીધો છે, દેશ સંકટમાંઃ દિગ્વજિયસિંહ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા માટે આજે વડોદરા આવ્યા હતાં. જ્યાં દિગ્વિજયસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. હજી કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારી છે. દેશ સંકટમાં છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે સરકારે મારી વાત ધ્યાનમાં લીધી તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું, તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કાશ્મીરનો મુદ્દો સંવેદનશિલ છે, જેથી કાશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જાેઇએ.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને મૂકવો જાેઇએ કે નહીં તેવા સવાલમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે ગુજરાતમાં અનામત માટે મોટું આંદોલન ચલાવ્યું હતું. અને ગુજરાતમાં તેની ઘણા દિવસથી ગુજરાતમાં માગ થઇ રહી છે. જાેકે, તેનો ર્નિણય પાર્ટી હાઇકમાન્ડ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે. તેને પણ દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ, ચૂંટણી જીતવી એટલી સરળ નથી. સુરતમાં કોર્પોરેશનમાં કેટલીક સીટો જીતી લાવવી, તેનો અર્થ એ નથી કે, પાર્ટીનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરતી હોય છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રવેશી છે, ત્યારે તેઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરે તેમાં કોઇ ખોટું નથી.

Follow Me:

Related Posts