રાષ્ટ્રીય

દેશમાં હાલ કોરોનાના કેસ ઘટયા, પરંતુ કેસ વધી શકે:સરકારની ચેતવણી

સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમા કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણીની સરકારે નોંધ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે, કોરોના વાઈરસનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કોરોનાના કેસ વધવાની આશંકાને નકારી શકાય નહીં. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ભારે ચિંતાજનક સ્થિતિ છે. જાેકે, ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ કેસ હજુ સુધી ભારતમાં નોંધાયો નથી. ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે કોરોનાના કન્ટેનમેન્ટ સંબંધિત માર્ગદર્શિકાઓનો અમલ ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અજય ભલ્લાએ ૨૫મી નવેમ્બરે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિદેશથી આવતા બધા જ પ્રવાસીઓના આકરા સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ માટે નિર્દેશો આપ્યા હતા. દરમિયાન દેશમાં મંગળવારે કોરોના મહામારીના નવા ૬,૯૯૦ કેસ નોંધાયા હતા, જે દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૫,૮૭,૮૨૨ થયા હતા જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૧,૦૦,૫૪૩ થયા હતા, જે ૫૪૬ દિવસમાં સૌથી ઓછા છે. રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૬૮,૯૮૦ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૩,૩૧૬નો ઘટાડો નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૪૦,૧૮,૨૯૯ દર્દીઓ સાજા થઈ ગયા છે.ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે, પરંતુ લોકોએ બેદરકારી રાખવી જાેઈએ નહીં. કોરોનાના નવા-નવા વેરિઅન્ટ આવતા હોવાથી કોરોનાના કેસમાં ગમે ત્યારે ઊછાળો આવી શકે છે તેવી ચેતવણી સરકારે મંગળવારે રાજ્યસભામાં આપી હતી.

Follow Me:

Related Posts