રાષ્ટ્રીય

દેશમાં ૨૫મી જૂને બંધારણ હત્યા દિવસ ઉજવાશે, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું

કેન્દ્રીય મંત્રીએ પોતે નોટિફિકેશન તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે ૨૫મી જૂનેસંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. ૨૫મી જૂન ૧૯૭૫માં ભારતમાં અડધી રાત્રે ઈમરજન્સી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકારે, દેશમાં દર વર્ષે ૨૫મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ પોતે નોટિફિકેશનની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તાનાશાહી વલણ અપનાવ્યું હતું અને દેશ પર ઈમરજન્સી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને સેન્સરશીપ લાદીને મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે દર વર્ષે ૨૫મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસે ૧૯૭૫ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના યોગદાનને યાદ કરવામાં આવશે.

Related Posts