fbpx
ગુજરાત

દેશમાં JN.૧ વેરિયન્ટ ૮૩ કેસ સામે ગુજરાતમાં સૌથી વધુ ૩૬ દર્દીગઈકાલે અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા, કુલ સંખ્યા ૪૨ થઇ

ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જાેવા મળ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ચિંતા વધારી છે. કોરોના મામલે ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ત્નદ્ગ.૧ના સૌથી વધુ કેસ જાેવા ગુજરાતમાં જાેવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હાલ ત્નદ્ગ.૧ વિરેયન્ટના ૩૬ કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત ૮ રાજ્યોમાં કુલ ૧૦૯ કેસ છે.

જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. જાેકે, કોરોનાના નવા વેરિઅંટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે એકપણ કેસ હોવાનો કોઈજ સત્તાવાર રિપોર્ટ અમારી પાસે નથી તેવું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું. ચિંતા જગાવનારી બાબત તો એ છે કે, કોરોનાનો નવો ત્નદ્ગ.૧ વેરિયન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. હવે આ વેરિયન્ટ ગુજરાતના ૭ રાજ્યોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૮૩ પર પહોંચી ગઈ છે. આંકડા અનુસાર, ત્નદ્ગ.૧ વેરિયન્ટના સૌથી વધુ ૩૬ કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં ૧૮ કેસ, કર્ણાટકમાં ૮ કેસ, મહારાષ્ટ્રમાં ૭, કેરળ અને રાજસ્થઆમાં ૫-૫, તમિલનાડુમાં ૪ અને તેલંગાનામાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભારતમાં એકવાર ફરીથી તેજીથી કોરોના પગપેસારો કરી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારે ૨૭ ડિસેમ્બરના રોજ ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા ૫૨૯ કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૪૦૯૩ પાર થઈ ગઈ છે. તો ૩ સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં ૨ કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે. આ વચ્ચે કર્ણાટક સરકારે કોરોના વાયરસના વધતા કેસ મામલે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જે અંતર્ગત હવે સંક્રમિતોએ સાત દિવસની અંદર આઈસોલેશનમાં રહેવુ પડશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. ગઈકાલે અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા.

આ સાથે જ શહેરમાં હાલ કોવીડના ૪૨ એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જાેધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે ૪૧ દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી ેંજીથી દુબઈથી આવ્યા હતા. ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાથી મોતનો સિલસિલો ફરી જચાલુ થયો છે. લાંબા સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોરોનાના કારણે મોત નોંધાયું છે. ગઈકાલે દરિયાપુરના ૮૨ વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા.

Follow Me:

Related Posts