દેશી નળિયાવાળા મકાનમાં ચોમાસે પાણી ટપક ટપક ટપકતું હતું રકારે સહાય કરીને મારા પાકાં ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રી ભીખુભાઈ શંભુભાઈ ભાલુ
ગરીબ અને સામાન્ય માણસને કેટલી મુશ્કેલીઓ સાથે જીવન જીવવું પડતું હોય છે ? કાચા મકાનમાં રહેવું, ચોમાસે પડતી મુશ્કેલીઓ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો ગરીબ અને સામાન્ય માણસને કરવો પડતો હોય છે. ગરીબ અને સામાન્ય માણસના ઘરના ઘર બની રહે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય થકી લોકોને સધિયારો આપવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં લોકોના પાકાં ઘરનાં ઘરનું સપનું પણ સાકાર થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી અંતર્ગત સામાન્ય માણસના ઘરના પાકાં ઘરનું સપનું હવે માત્ર સપનું ન રહેતાં તે હકીકતમાં સાકાર બની રહ્યું છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતાં અને ખાનગી પેઢીમાં નોકરી કરતા શ્રી ભીખુભાઈ શંભુભાઈ ભાલુને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત પાકાં આવાસ બાંધકામ માટે સરકાર દ્વારા રુ.૩.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયની મદદથી લાભાર્થી શ્રી શંભુભાઈ ભાલુના પાકાં ઘરના ઘરનું સપનું ખરાં અર્થમાં સાકાર બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં સામાન્ય માણસના પાકાં ઘરના, ઘરના સપનાઓ હવે સરકારની મદદથી અને સરકારી સહાયથી સાકાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા શહેરી ક્ષેત્રમાં સામાન્ય અને ગરીબ માણસને પાકા આવાસ નિર્માણ માટે કુલ રુ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવે છે. આ સહાય ચાર હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી જ લાભાર્થી સુધી પહોંચે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી શ્રી શંભુભાઈ ભાલુ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, મારા મિત્રએ મને આ યોજનાની માહિતી આપી અને લાભ લેવા કહ્યુ હતુ. મેં અમરેલી નગરપાલિકાનો આ અંગે સંપર્ક કરીને સહાય મેળવવા માટેની પ્રક્રિયા અનુસરી અને તે પૂર્ણ કરી. મારી પાસે દેશી નળિયાવાળું કાચુ મકાન હતું અને તેમાં ચોમાસે પાણી ટપક્યા કરતું હતું, આ પાકા મકાન બનતા હવે અમને રાહત રહેશે. અગાઉ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે હવે ભૂતકાળ બની રહેશે. સરકારની સહાયથી મારું દેશી નળીયાવાળું મકાન પાકું બની ગયું છે અને મારા ઘરના ઘરનું સપનું પણ સાકાર થયું છે, સરકાર દ્વારા આ સહાય બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
વર્ષ-૨૦૧૫માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના થકી આર્થિક રીતે નબળા પરિવારોના પાકાં ઘરના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં આજે સરકારની સહાયથી પાકાં ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે.
Recent Comments