દેશી મકાનોના અભાવે માળો મળવો મુશ્કેલ, ગરબાનો ઉપયોગ ચકલીના માળા માટે કરવા પક્ષીપ્રેમી ચંદુભાઈ સંઘાણીનો અનુરોધ.
નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમા કરીએ છીએ તે” ગરબા” ને દસમે દિવસે મંદિરમા મુકવા જવાની પૌરાણીક શ્રધ્ધા છે.ગરબાની પવિત્રતા અને યોગ્ય ઉપયોગીતા ચકલીના માળા તરીકે કરવામા આવે તો શ્રધ્ધા સાથેનું પક્ષી સેવાકાર્ય થઈ શકે તેમ ચંદુભાઈ સંઘાણીએ જણાવેલ છે ગરબાની બાંધણી પક્ષિના માળા માટે ઉપયોગી છે. દેશી મકાન નહિ રહેતા ચકલીનો માળો બનાવવો મુશ્કેલ છે તેવા સમયે નવરાત્રી પૂર્ણ થયે ગરબાને છતમા ટીંગાડવામા આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમા પણ જળવાય રહેશે તેમ સંઘાણીએ જણાંવેલ. ચકલીઓ લુપ્ત થતી જાય છે તેને બચાવવા ઝુંબેશ અનિવાર્ય છે તેવા સમયે ગરબાને ચકલીના માળા માટે ઉપયોગમા લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત ચંદુભાઈ સંઘાણીએ કરેલ છે.
Recent Comments