fbpx
રાષ્ટ્રીય

દેશ છોડવાની ના પાડી એટલે જેલમાં મારો જીવ લેવાનો બીજાે પ્રયાસ કરી શકે ઃ ઈમરાન ખાનરાષ્ટ્રને સંદેશ આપતા ઈમરાન ખાને કહ્યું, “દેશમાં કાયદાને મજાક બનાવવામાં આવી રહ્યો છે..”

પાકિસ્તાનમાં નવાઝ શરીફની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. દેશના પૂર્વ પીએમ ઈમરાન ખાને શુક્રવારે આશંકા વ્યક્ત કરી હતી કે જેલમાં તેમને સ્લો પોઈઝન આપીને તેમના મોત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે. ઈમરાને કહ્યું કે તેની સાથે આવું થઈ શકે છે કારણ કે તેણે દેશ છોડવાની ના પાડી દીધી છે.. ઇમરાન ખાનના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં પૂર્વ ઁસ્ને ટાંકીને કહ્યું છે કે, હું મારો દેશ છોડવા માટે સંમત થઈશ નહીં, તેથી તેઓ જેલમાં મારો જીવ લેવાનો બીજાે પ્રયાસ કરી શકે છે. સ્લો પોઈઝન આપીને પણ આ પ્રકારનો પ્રયાસ કરી શકાય છે.

ઈમરાન ખાન હાલમાં ગોપનીય રાજદ્વારી દસ્તાવેજ લીક કેસમાં અદિયાલા જેલમાં બંધ છે.. ઁ્‌ૈં ચીફે કહ્યું છે કે તેઓ આ સમયે સંપૂર્ણ સ્વસ્થ છે. નબળાઈને કારણે તેના શરીરમાં કોઈ ફેરફાર થશે તો હું અનુભવીશ. તેમણે કહ્યું કે મારો જીવ લેવાના બે વખત જાહેરમાં પ્રયાસ થઈ ચૂક્યા છે. ઈમરાન ખાને આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે પાકિસ્તાનની એક અદાલતે રાજદ્વારી દસ્તાવેજાેના મામલામાં તેમની જામીન અરજી અને હ્લૈંઇ રદ કરવાની વિનંતીને ફગાવી દીધી છે.. ઈમરાન ખાને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે તેમની સામેના તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત અને બનાવટી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી સુધી તેમને જેલમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે સોમવારે ઁ્‌ૈં ચીફ અને તેના નજીકના સાથી શાહ મહમૂદ કુરેશીને એક કેસમાં દોષિત ઠેરવ્યા છે.. ઈમરાન ખાને રાષ્ટ્રને આપેલા સંદેશમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણે પોતાની આંખોથી કાયદો મજાક બનતો જાેયો છે. આપણે જે જાેઈ રહ્યા છીએ તે લંડનના કોઈ પ્લાનનું પરિણામ નથી, પરંતુ એક કાયર ભાગેડુ અને ભ્રષ્ટ ગુનેગાર અને તેના મદદગારો વચ્ચેની લંડન ડીલનું પરિણામ છે.

Follow Me:

Related Posts