દેશ ભક્તિના ગીતો સાથે ત્રિરંગા રેલીનું આગમન થતા સમગ્ર ગ્રાઉન્ડ દેશભક્તિના રંગે રંગાયું

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તે અર્થે ભાવનગરનાં એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો.
આ યાત્રા એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘા ગેટ, ખારગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોક થી પરત એ.વી.સ્કૂલ આવી પહોચી હતી. આ તકે દેશભક્તિના ગીતો વચ્ચે મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રાના સહભાગીઓએ વંદે માતરમનાં નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવ્યો હતો.
ત્યાર બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આઝાદીનાં લડવૈયાઓને પુષ્પાંજલિ અર્પી આઝાદીનાં પ્રદાનને વાગોળ્યા હતાં. તિરંગા યાત્રામાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુણાલભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, કલેકટરશ્રી યોગેશ નિરગુડે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસવાળા શ્રી ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ જોડાયાં હતાં.
Recent Comments