દેશ માં સૌ પ્રથમ; અમેરિકન સરકારે શરૂ કરાવ્યુ મુંબઈ માં સલૂન, ટ્રાન્સજેન્ડરો દ્વારા ચલાવાશે આ સલુન

યુએસ કોન્સ્યુલ જનરલ માઈક હેન્કી અને યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના (ેંજીછૈંડ્ઢ) ભારતના ડેપ્યુટી મિશન ડાયરેક્ટર કારેન ક્લિમોવસ્કીએ મુંબઈના કલ્યાણમાં ‘ટ્રાન્સફોર્મેશન’ નામના નવા સલૂનનું ઉદ્ઘાટન કર્યું હતુ. વિશેષ વાત એ છે કે આ સલૂનની માલિકી અને સંચાલન ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટીના દિવસ પર લોન્ચ કરવામાં આવેલ આ ટ્રાન્સફોર્મેશન સલૂન સર્વસમાવેશક અને મુક્ત વાતાવરણને પ્રોત્સાહન આપશે. યુએસ કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ જણાવ્યું હતું કે, “યુ.એસ. સરકાર ટ્રાન્સફોર્મેશન સલૂનને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ – તેઓ કોણ છે અને શું છે?
તે જાેયા વિના તમામ લોકો માટે સલામત અને સમાવિષ્ટ વાતાવરણમાં સલૂનની સુવિધા આપે છે. અમે ટ્રાન્સજેન્ડર, નોન-બાઈનરી અને જાતિ સ્પષ્ટ ન હોય તેવા તમામ લોકોના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખીએ છીએ અને કદર કરીએ છીએ. ેંજીછૈંડ્ઢ/ભારતના ડેપ્યુટી મિશન ડાયરેક્ટર કેરેન ક્લિમોવસ્કીએ જણાવ્યું હતું કે, અમને જાહેર કરતાં આનંદ થાય છે કે, “ેંજીછૈંડ્ઢ નો એક નિયમ છે, ‘તેઓની મદદ વિના તેમના માટે કંઈ ન કરો’. આ નિયમનો ઉપયોગ કરીને, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો ટ્રાન્સફોર્મેશન સલૂનની રચના અને સ્થાપનામાં અમે સામેલ હતા, ેંજીછૈંડ્ઢ માટે આ એક નવી પહેલ છે.
કહ્યું હતું કે અમે સ્થાનિક આગેવાની અને તમામ લોકોના સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપીએ છીએ. સલૂન માત્ર એક સમુદાયની સેવા જ નહીં, પરંતુ સ્થાનિક ટ્રાન્સજેન્ડર સમુદાય માટે કારકિર્દી અને ઉદ્યોગસાહસિકતાની તકોમાં વધારો કરશે. કિન્નર અસ્મિતા કે જે એક સમુદાય-આધારિત સંસ્થા છે અને જે ટ્રાન્સફોર્મેશનનું સંચાલન કરશે, તેના ચેરપર્સન નીતા કેનેએ જણાવ્યું હતું કે, “આ પહેલ સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે યોગ્ય પ્રકારનું કૌશલ્ય અને સમર્થન ધરાવતી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પણ સારી રીતે અને અસરકારક રીતે મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. તેમણે જણાવ્યુ હતું કે, ”અમારા માટે આ માત્ર આજીવિકા માટેની પહેલ નથી, પરંતુ તે ગૌરવ, આત્મસમ્માન અને પ્રગતિ પર આધારિત છે. અમે આ પહેલ શરૂ કરવા માટે ઉત્સુક છીએ અને તેને સામાજિક અને આર્થિક બંને રીતે સફળ બનાવવા માટે અમને મુખ્ય પ્રવાહના લોકોના સમર્થનની જરૂર છે.”
આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી એ વિશ્વભરના ટ્રાન્સજેન્ડર લોકોના યોગદાનની વાર્ષિક ઉજવણી માટેનો દિવસ છે. યુ.એસ. સરકાર આ ખાસ દિવસે અને જેઓ સ્વતંત્રતા, સમાનતા, પ્રતિષ્ઠા અને આદર માટે લડી રહ્યા છે તેવાટ્રાન્સજેન્ડર લોકોનું સન્માન કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઁઈઁહ્લછઇ ની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે, ેંજીછૈંડ્ઢ અને યુએસ પ્રેસિડેન્ટની ઇમરજન્સી પ્લાન ફોર એઇડ્સ રિલીફ (ઁઈઁહ્લછઇ) ના સમર્થનથી, હ્લૐૈં ૩૬૦ અને હમસફર ટ્રસ્ટની ભાગીદારીમાં ટ્રાન્સફોર્મેશન સલૂનની સ્થાપના કરવામાં આવી હતી. આ સલૂનનું લોન્ચિંગ એ અસમાનતા અને સેવાના અંતરને સમાપ્ત કરવા માટે યુએસ સરકારની પ્રતિબદ્ધતાનું સૂચક છે.
Recent Comments