fbpx
રાષ્ટ્રીય

દેશ-વિદેશના તજજ્ઞો તેમજ સંસ્થાઓ સહિતનાની ટીકાઓ છતા નેતાઓ મૌન….!?

દેશમાં ૨૦૨૦ થી આવેલા કોરોના વાયરસના અત્યારના સમય સુધીમા ઘણા અપ ડાઉન આવ્યા. શરૂઆતના તબક્કે મતલબ ગત વર્ષમાં લોકો માસ્ક, દવાઓ અને સેનેટાઈઝર માટે લાઈન લગાવતા હતા તો સરકારી- અર્ધસરકારી કચેરીઓ તેમજ બિઝનેસ સેન્ટરો- બિલ્ડિંગઙોમાં પ્રવેશદ્વાર પર સેનેટાઝર ચેમ્બરો ઊભી કરવામાં આવી હતી. તેમજ જે તે  શહેરોમાં સેનેટાઈઝર લીક્વિડ વાહનો મારફતે સ્પ્રે-છંટકાવ કરવામાં આવતુ હતું.  મોટા ભાગની ઓફિસોમાં સેનીટાઇઝર બોટલો રાખવામાં આવતી હતી. જ્યારે કે ૨૦૨૧ ની બીજી કોરોના લહેરમાં માત્ર ઓફિસમાં જ સેનેટાઈઝર બોટલો દેખાય છે બાકીનું બધું મોટા ભાગે ગાયબ છે….. અત્યારની કોરોનાની બીજી લહેરે ખૂબજ ક્રિટીકલ કન્ડીશન  પેદા કરી છે. દરેક લોકોના મોઢે માસ્ક તો અવશ્ય દેખાય છે…. પરંતુ આ બીજી લહેરમાં હોસ્પિટલ સહિત અનેક સ્થળે ઓક્સિજન  ન મળતા અનેકોના મોત થઈ રહ્યા છે તો ક્યાંક ઓક્સિજન પ્લાન્ટ કે સપ્લાયમાં ખામી સર્જાતા કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા છે.  જેની સૌથી વધુ માંગ છે તે રેમડેસિવીરના કાળાબજાર થઈ રહ્યા છે તો ક્યાંક ઓક્સિજન ના કાળા બજાર થઈ રહ્યા છે.કેટલાક તકવાદીઓને માનવતા સાથે લેવાદેવા જ નથી અને અમરપટ્ટો લખાવીને આવ્યા હોય તેમ દવાઓ,રસી,ઓક્સિજન,ફળ-ફ્રૂટ,જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિતના કાળાબજારી તો કરી જ રહ્યા છે તો દવાઓની અવેએલીબીટી બતાવીને લીંક મોકલી ઠગાઈ  કરી રહ્યા છે.બીજી તરફ  દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડી પડ્યું છે…અને અર્થતંત્ર બીમાર છે…..!  સરકાર તથા તંત્ર માટે આ મોટી સમસ્યા બની રહી છે…આને આવા સમય દરમ્યાન સરકાર તથા રાજનેતાઓ દેશના લોકોને માસ્ક, ડિસ્ટન્સ, રસીકરણ સહિતના કોરોના નિયમોનું પાલન કરવા સૂચના આપી રહ્યા હતા અને પોતે તથા પોતાની ટીમ ચૂંટણી સંભાઓ, રેલીઓમા વ્યસ્ત બની ગયા હતા જાણે કે રાજકારણ એક ધંધો કે વેપાર હોય….લોકો માટેની જે જવાબદારીઓ હતી તેને નજર અંદાજ કરી હોય તેવી સ્થિતિ બની રહી….. તેના પરિણામે વિશ્વમાં ભારત કોરોના સંક્રમિત કેસોમાં પ્રથમ ક્રમે આવી ગયું તો મૃતાક પણ વધી ગયો…. જ્યારે કે વિશ્વના તજજ્ઞો, દેશના તજજ્ઞો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વગેરે કોઈની સલાહો તથા ચેતવણીઓને ગંભીરતાથી ન લીધી…. પરિણામે દેશવિદેશના તજજ્ઞો, જે તે દેશના તજજ્ઞો, દેશની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટોએ  કેન્દ્ર સરકારને ગુનેગારના પાંજરામાં ઊભી કરી દીધી છે…. અને દેશની આબરૂનું વિશ્વ સ્તરે ધોવાણ થઈ ગયું છે…..!! છતાં રાજનેતાઓ મૌન….! શા માટે…..?!

દેશમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં લોકડાઉન જાહેર કરી દીધા છે તો કેટલાક રાજ્યોએ સમય લલંબાવી દીધો છે તથા કેટલાકે કોરોના હોટસ્પોટ જિલ્લાઓ, કે શહેરો પુરતા લોકડાઉન કે બિઝનેસ પાબંધી ફરમાવી દીધી છે… આ બધું છતાં કેન્દ્ર સરકાર ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ માટે તૈયાર નથી. જાગૃત એવા ગુજરાતમાં લોકો સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે..જ્યારે કે કોરોના ટેસ્ટિંગ સંખ્યા ઘટાડી દેવામાં આવી છે પરિણામે કોરોના સંક્રમિતોના સાચા આંકડા બહાર નથી આવતા તેવી ચર્ચા જાગૃત લોકોમાં વ્યાપી ગઈ છે..્‌ બીજી તરફ સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટો વાયરલ થઇ રહી છે જેમાં ચૂટિયેલા પ્રજા પ્રતિનિધિઓ માટે ચૂંટણી સમયે જે રીતે બુથો ઊભા કરતા હતા તે રીતે બુથો ઉભા કરવા, ચૂંટાયેલા નેતાઓ મતદારોને મળવા ઘરે ઘરે જતા હતા તેમ બહાર આવી મળવા કહ્યું છે તો મારું બુથ મજબૂત બુથની જેમ મારું બુથ કોરોના મુક્ત બુથનુ અભિયાન ચલાવવુ જાેઈએ… તે સાથે અન્ય એક વાયરલ… કોઈપણ ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેટરોને પોતાના ઘરમાં અનાજની જરૂર હોય તો જણાવજાે વોટ આપ્યા છે તો રોટલો પણ આપીશું મધ્ય તૂટ્યો જરૂર છે પણ મર્યો નથી….અને આ બાબત લાગે છે કે રાજ્યના મુખ્યમંત્રીએ થોડા સમય પહેલાં જાહેરાત હતી કે રાજ્યના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા ૫૦ લાખની રકમ ફાળવવાની રહેશે આ ગ્રાન્ટ એટલે પ્રજાના ટેક્સના રૂપિયા..પરંતુ દર મહિને રૂપિયા ૧,૧૬,૩૧૬ થી ૧ લાખ૩૨ હજારનો પગાર લેતા  ધારાસભ્યો, મંત્રીઓ,વિપક્ષ નેતા તથા પદાધિકારીઓ ૬  મહીના સુધી પગાર નહીં લેવાની કે ૫૦ ટકા પગાર કોરોના બજેટ માટે ફાળલશે તેવું એક પણ ચૂંટાયેલ લોક નેતાએ જાહેરાત નથી કરી…. આવા છે આપણે ચૂંટેલા આપણા નેતાઓ…. તેના અનુસંધાને આ બાબત વાયરલ થઈ લાગે છે…. ત્યારે  પ્રજા હવે નેતાઓની વાતોથી, અવારનવાર બદલતા નિવેદનોથી આને હેલ્થ ક્ષેત્રની બિસ્માર હાલતથી તંગ આવી ગઈ છે તેવો ઊહાપોહ આમ પ્રજામા વ્યાપ્ત થઈ ગયો છે તે વાત રાજનેતાઓ સહિતના પ્રજા પ્રતિનિધિઓ ક્યારે સમજશે…..?! વંદે માતરમ્‌,

Follow Me:

Related Posts