દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, ૪ છોકરીઓના મોત
ઉત્તરાખંડ (ેંંંટ્ઠટ્ઠિારટ્ઠહઙ્ઘ) ના દેહરાદૂન (ડ્ઢીરટ્ઠિઙ્ઘેહ)માં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં ૪ છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ ૪ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા. ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્તા મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ ૫ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી ૧૨ વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જાેકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ડેપ્યુટી કલેક્ટર મિશ્રાએ માહિતી આપી હતી કે ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ. ડેપ્યુટી કલેકટરે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં આગ લાગવાની આશંકા છે. જાે કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દેહરાદૂન જિલ્લામાં તુની પુલ નજીક એક મકાનમાં ગઈકાલે સાંજે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા હતા, જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જાે કે આગ લાગ્યા બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું હતું કે આજે ચકરાતાના તિયુની પુલ પાસે ૪ માળના મકાનમાં આગ લાગવાને કારણે કેટલાક લોકો ત્યાં ફસાયા હોવાના સમાચાર છે. હું ત્યાં રહેતા પરિવારોની સુખાકારી ઈચ્છું છું. પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓને તાકીદે કામ કરવા સૂચના આપવામાં આવી છે.
Recent Comments