ગુજરાત

દૈવી અનુષ્ઠાન નવરાત્રી ને લવરાત્રી કહેનાર સ્વામી નારાયણ સંપ્રદાયના અનુપ સ્વામી સામે રાષ્ટ્રીય સંત સુરક્ષા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પૂજ્ય ભક્તિગિરી માતાજી આક્રમક

દામનગર રાષ્ટ્રીય સંત સુરક્ષા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી આક્રમક દૈવી અનુષ્ઠાન વૈદિક પરંપરા થી ચાલતી નવરાત્રી ને લવરાત્રી કહેનાર સ્વામી નારાયમ સંપ્રદાયના અનુપ સ્વામી સામે કડક પગલાં લઈ તંત્ર એ દાખલો બેસાડવો જોઈ એ દામનગર સત્યનારાયણ આશ્રમ ના મહંત રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમરેલી જિલ્લા ના ધર્મ સાંસદ પૂજ્ય ભક્તિગિરી માતાજી આક્રમક વારંવાર ભૂલ કરી માફી માંગવના નાટકો ક્યાં સુધી ?  અનિષ્ટો ના નાશ માટે દેવતા ઓએ પણ જેની  આરાધના કરી દૈવી પ્રાગટય પર્વ નવરાત્રી વૈદિક પરંપરા થી ચાલતી શક્તિ ની સાધના ના પવિત્ર દિવસો એટલે નવરાત્રી ને લવરાત્રી કહેનાર સાવમીનારાયણ ના સાધુ અનુપ સ્વામી કોણ છે ?

સદશાસ્ત્ર અને ધર્મજ્ઞાન માટે ભક્તિગિરી ની ખુલ્લી ચુનોતી શાસ્ત્રા સંગત તર્ક માટે આવે મેદાન માં  આવા અલ્પ મતિ મેં અધકચરા જ્ઞાન ધરાવતા વ્યક્તિ ઓ સમજ ને શુ આપી શકે ? જેવા અનેક સવાલ કરતા વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી આક્રમક બન્યા સ્વામી અનુપ સામે કડક કાનૂની કાર્યવાહી કરી તંત્ર એ દાખલો બેસાડવો જોઈ એ વારંવાર બફાટ કરતા અનિષ્ટો દૈવી ઓ વિશે કાયમ ઉપેક્ષા કરતા આવ્યા છે વેદ પુરાણો શાસ્ત્રો માં દૈવી ઓના પ્રાગટય અને કથા યુગો યુગાતર ચાલતી અને ઉજવાતી નવરાત્રી વિશે આવી હલકી કક્ષા ના નિવેદનો ક્યાં સુધી ચલાવીશું ? સમગ્ર હિન્દૂ સમાજ દૈવી અનુષ્ઠાન નું પાવન પર્વ યુગોયુગતર થી પુરી શ્રદ્ધાભાવ થી  કઠોર જપતપ સાધના કરી કરાવી  ઉજવતા હોય ત્યારે આવા અલ્પમતિ વ્યક્તિ પાસે સારી અપેક્ષા પણ ક્યાંથી રાખવી કાયમ થી શક્તિ વિરોધી આચરણ ધરાવતા આવા સાધુ સાધુ નહિ પણ શેતાન છે સ્ત્રી ઓ પ્રત્યે અમાનુષી વિચાર સરણી ધરાવતા આવા અનિષ્ટ સામે શક્તિ નું સામર્થ્ય ક્યારે બતાવીશું ? આ અંગે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી ની અપેક્ષા છે આ એક પ્રકાર ની શાબ્દિક હિંસા કહી શકાય આવું ચલાવી લેવાય નહિ તેમ જણાવ્યું હતું 

Follow Me:

Related Posts