દૈવી અનુષ્ઠાન પ્રસંગે અનેક વિધ પાઠ મંત્ર જાપ લેખન યજ્ઞ સાથે ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન
અમદાવાદ ચૈત્ર નવરાત્રિમાં ગાયત્રી ચાલીસા પાઠ,મંત્ર જપ,લેખનના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ વૈદિક વિવિધ ભારતીય સંસ્કાર જેવા કે અન્નપ્રાશન,પુસંવન,વિદ્યારંભ સંસ્કારો તેમજ ૪૦૦ જેટલી મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની હાજરીમાં લોક કલ્યાણાર્થે ગાયત્રીમંત્ર અને મહામૃત્યુંજયના મંત્રોચ્ચારની આહુતિ સાથે સંપન્ન થયો હતો જેની સાથે નિ:શુલ્ક આરોગ્યલક્ષી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન વિશ્વકર્મા મંદિર,મંગલ દિપ વિદ્યાલય સામે,નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,વિશ્વકર્મા મંદિરના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ.શ્રી હર્ષદભાઈ પટેલે દિપ પ્રાગટ્ય કર્યું હતું.તેમજ આમંત્રિત મહેમાનો બિલ્ડર શ્રી મેહુલભાઈ પટેલ, ગાયત્રી પરિવારના અગ્રગણ્ય પરિજનો,લાયન્સ ક્લબના પ્રમુખ,પદાધિકારીઓ, વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરો,સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના મનોદિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતાં જેમાં પક્ષીઓને પાણી પીવાના ૫૦૦ કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું યજ્ઞની પુર્ણાહુતી થયેથી સૌએ સમૂહમાં પ્રસાદ ભોજન મીષ્ટાન સાથે લીધું હતું.
Recent Comments