fbpx
રાષ્ટ્રીય

દોઢ મહિનાની બાળકીને ચાર લાખ રૂપિયામાં વેચવાનો માતાનો કથિત પ્રયાસ, પોલીસે બાળકીની માતા સહિત ચાર જણની ધરપકડ કરી

કલ્યાણમાં દોઢ મહિનાની બાળકીને ચાર લાખ રૂપિયામાં વેચવાનો કથિત પ્રયાસ કરવા બદલ પોલીસે બાળકીની માતા સહિત ચાર જણની ધરપકડ કરી હતી. થાણે પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ મંગળવારે કલ્યાણ પશ્ચિમમાં રામદેવ હોટેલ નજીક સહજાનંદ ચોક ખાતે છટકું ગોઠવી ચારેયને પકડી પાડયા હતા. આરોપી રેખા બાળુ સોનાવણે (૩ર), દીપાલી અનિલ દુસિંહ (૨૭), વૈશાલી કિશોર સોનાવણે (૩૫) અને રિક્ષા ડ્રાઈવર કિશોર રમેશ સોનાવણે (૩૪) વિરુદ્ધ મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડોમ્બિવલીના કોપર રોડ પરની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી વૈશાલી સોનાવણે મધ્યસ્થી કરીને કોઈ પણ પ્રકારના દસ્તાવેજાે વિના એક બાળકી વેચવાની હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે બોગસ ગ્રાહક વૈશાલી પાસે મોકલાવ્યો હતો. વૈશાલીએ ૪૨ દિવસની બાળકી વેચવાની છે, પણ તેના માટે ચાર લાખ રૂપિયા આપવા પડશે, એમ કહ્યું હતું. બાળકી સહજાનંદ ચોક પાસે લાવવામાં આવશે અને બાળકી જાેયા પછી રૂપિયા લઈ આવજાે, એવું વૈશાલીએ નક્કી કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું. બાળકીને તેની માતા રેખા સોનાવણે લઈ આવી હતી. તેની સાથે મધ્યસ્થી કરનારી વૈશાલી અને અન્ય બે આરોપી પણ હતા. પોલીસે ચારેયને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. રેખાને ચાર સંતાન છે, જેમાં બાળકી સિવાય પાંચ વર્ષના બાળક, સાત અને નવ વર્ષની બે બાળકીનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts