દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ તરીકે પસંદ થવું દેશ માટે અત્યંત ગૌરવની ક્ષણ ઃ અમિત શાહ
એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે. દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દ્રોપદી મુર્મૂના આવાસ પર પહોંચી તેમની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે ટિ્વટ કરીને કહ્યું હતું કે શ્રીમતી દ્રોપદી મુર્મૂ જી ને દેશના સર્વોચ્ચ પદ પર પસંદ થવાની ઐતિહાસિક ક્ષણ પર તેમની મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના પ્રચંડ વિજય પર આખા દેશમાં વિશેષકરીને જનજાતિય સમાજ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. મોદી જી ના નેતૃત્વમાં દ્ગડ્ઢછ ના સહયોગીઓ, અન્ય રાજનીતિક દળો અને અપક્ષ જનપ્રતિનિધિઓનું જનજાતિય ગૌરવ શ્રીમતી દ્રોપદી મુર્મૂ જી ના પક્ષમાં મતદાન કરવા પર આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે ભારતના ૧૫માં રાષ્ટ્રપતિના રૂપમાં મુર્મૂ જીનો કાર્યકાળ દેશને વધારે ગૌરવાન્વિત કરશે. અમિત શાહે કહ્યું હતું કે દ્રોપદી મુર્મૂ જી જે મુશ્કેલ પરિસ્થિતિઓથી સંઘર્ષ કરીને આજે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે તે આપણા લોકતંત્રની અપાર શક્તિને દર્શાવે છે. આટલા સંઘર્ષો પછી પણ તેમણે જે નિસ્વાર્થ ભાવથી પોતાને દેશ અને સમાજની સેવામાં સમર્પિત કર્યા તે બધા માટે પ્રેરણારૂપ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે એક અતિ સામાન્ય જનજાતિય પરિવારથી આવનાર દ્ગડ્ઢછ ઉમેદવાર દ્રોપદી મુર્મૂ જી નું ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદ થવું દેશ માટે અંત્યત ગૌરવની ક્ષણ છે. તેમને અભિનંદન પાઠવું છું. આ વિજય અંત્યોદયના સંકલ્પને ચરિતાર્થ કરવા અને જનજાતિય સમાજના સશક્તિકરણની દિશામાં એક મીલનો પત્થર છે. પીએમ મોદીએ પણ ટિ્વટ કરીને દ્રોપદી મુર્મૂને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમે કહ્યું કે ભારતે ઇતિહાસ રચી દીધો છે. આવા સમયમાં જ્યારે સવા અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, પૂર્વી ભારતના એક દૂરના ભાગમાં જન્મેલ આદિવાસી સમુદાયમાંથી આવનાર ભારતની દીકરીને આપણા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે. પીએમે કહ્યું કે દ્રોપદી મુર્મૂ જી નું જીવન, તેમનો શરૂઆતનો સંઘર્ષ, તેમની સમૃદ્ધ સેવા અને તેમના અનુકરણીય સફળતા દરેક ભારતીયોને પ્રેરિત કરે છે. તે આપણા નાગરિકો, વિશેષ રૂપથી ગરીબો અને દલિતો માટે આશાનું કિરણ બનીને ઉભર્યા છે.
Recent Comments