દ્વારકાધીશ મંદિર વધુ ૭ દિવસ માટે બંધ રહેશે
ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત ૩૬ શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે ૯થી ૩ વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીને પગલે રાજ્યના અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો ર્નિણય લેવાયો છે. આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો ઙ્ઘુટ્ઠિાટ્ઠઙ્ઘરૈજર.ર્ખ્તિ પર ઓનલાઇન દર્શન કરી શકશે.
Recent Comments