દ્વારકાના મંદિરના પગથીયે ઝરણા વહેતા થયાનો નજારો અદભૂત
દ્વારકા ના દરિયામાં આજ રોજ વરસાદના કારણે કરન્ટ જાેવા મળ્યો હતો. દ્વારકામાં સંગમનારાયણના મંદિર પાસે દરિયા તેમજ ગોમતી નદીનું સંગમ થાય છે, ત્યાં જ ભારે વરસાદ ના કારણે દરિયામાં કરન્ટ જાેવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દ્વારકા માં વરસાદની મોજ માણતા લોકો ગોમતીઘાટ પર ન્હાવાની મોજ પણ લેતા હોય છે પરંતુ દરિયામાં કરન્ટ હોવાના કારણે લોકોની પાંખી હાજરી જાેવા મળી હતી પરંતુ દ્વારકામાં વરસાદના કારણે ધસમસતો પ્રવાહ ગોમતી નદીમાં જતો હોય અને દરિયામાં પણ વરસાદી માહોલના કારણે ગોમતીઘાટ પરના દરીયા માં કરન્ટ જાેવા મળ્યો હતો.યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના સ્વર્ગ દ્વાર પર ભારે વરસાદના કારણે ધસમસતો પ્રવાહ જાેવા મળ્યો હતો. આહ્લાદક દ્રશ્યો જગત મંદિરના છપ્પન સીડી પર વરસાદી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ ભારે વરસદ વરસાદમાં દ્વારકાના જગત મંદિરના સ્વર્ગ દ્વાર પર વરસાદના પાણીના પ્રવાહથી આહલાદક દ્રશ્યો જાેવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ લોકો દર્શનાર્થે આવી રહ્યા છે અને ભક્તો દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા પણ રાલિ કશું થશે નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દ્વારકા ના જગત મંદિર ના સ્વર્ગ દ્વાર પર છપ્પન સીડી પર મંદિર માંથી વરસડી પાણી નીચે વહેતા દ્રશ્યો થી સ્થાનિકો અને યાત્રિકોના મન મોહી લે છે. જિલ્લામાં આજ વહેલી સવારથી જ સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ ના કારણે ઈસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય હતી. યાત્રાધામ દ્વારકામાં આજ સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો,
ત્યારે દ્વારકામાં મોસમનો કુલ ૧૦૮ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે તરવામાં આજે સવારના સમયે વરસાદ વરસતાની સાથે જ ઇસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. જાેકે દ્વારકામાં એકથી દોઢ ઇંચ વરસાદ થાય અને પાણી ન ભરાઈ તે શક્ય જ નથી તે પ્રકારે દ્વારકામાં આજે વરસાદ થતાં જ ઇસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હવે સામાન્ય બની છે અને લોકો તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, સાંજે ૪ કલાક સુધીમાં ૪ ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં નોંધાઇ ચુક્યો છે ત્યારે પાલિકા દ્વારા પાણી ન નિકાલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ક્યારે થશે અને પાણી ભરાઈ જવાની સમસ્યા ભૂતકાળ ક્યારે થશે તરની રાહ દ્વારકા વાસીઓ જાેઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકા માં વરસાદ ના કારણે ગોમતીઘાટ પર વરસાદના કારણે દરિયામાં કરન્ટ જાેવા મળ્યો હતો. જ્યારે લોકો યાત્રિકોની પાંખી હાજરી જાેવા મળી જ્યારે જિલ્લામાં મોસમનો કુલ ૧૧૦ ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. આજ સમગ્ર દ્વારકા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે.
Recent Comments