ગુજરાત

દ્વારકાના સલાયા બંદરનું જહાજ દરિયામાં ડૂબ્યુ, ૧૩ ખલાસીઓનું રેસક્યૂ ઓપરેશન

દ્વારકાના સલાયા બંદરનું જહાજ ઓમાનના દરિયામાં આગ લાગતા ડુબી ગયુ હતું. આ જહાજમાં સવાર ૧૩ ખલાસીઓનો બચાવ થયો હતો. ખલાસીઓનું રેસક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

દ્વારકાના સલાયા બંદરનું અલ નૂરે નિઝામુદ્દીન જહાજ દુબઇથી માલ ભરીને સોમાલિયા જતુ હતું. આ દરમિયાન ઓમાનના દરિયામાં જહાજમાં એકાએક આગ લાગતા તે દરિયામાં ડુબી ગયુ હતું. જહાજમાં સવાર ૧૩ ખલાસીઓ હતા જેમનો બચાવ થયો હતો.

મધ દરિયે જહાજમાં આગ લાગતા ૧૩ ખલાસીઓ ખાલી બેરલના સહારે દરિયામાં કુદી જા ઓમાનના નેવી દ્વારા તમામનું રેસક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના સોમાલિાયના દરિયામાં રાસલાત નામના વિસ્તારમાં બની હતી.

Follow Me:

Related Posts