દ્વારકાનો આ ડેમ ચારવાર થયો ઓવરફ્લો, નહીં રહે હવે પાણીની અછત
આ વખતે ચોમાસામાં એક પછી એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. તેમાં પણ દ્વારકાનો સામોરીયા ડેમ ચાલુ સિઝનમાં ચોથીવાર ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રની અંદર છેલ્લા એક વીકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ માહોલ વચ્ચે દ્વારકાના બે ડેમો ઉભરાઈ રહ્યા છે. ઉનાળામાં એક સમયે પાણીની આવક ડેમોમાં ઘટી હતી ત્યારે ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે.
સામોર ગામમાં આવેલ વચકુ અને સામરોયા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. વચકુ ડેમની જો વાત કરવામાં આવે તો દસ વર્ષમાં ત્રીજી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા એકવીકથી વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે ત્યારે આ ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે જેના કારણે ડેમો ધીમે ધીમે ભરાઈ રહ્યા છે. દેવભૂમિક દ્વારકામાં બન્ને ડેમમાં પાણી આવતા સ્થાનિકોને ફાયદો થશે.
વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ ડેમો ભરાઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીનો સૌરાષ્ટ્રના 41 ડેમોમાં પાણી જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને ઉનાળામાં પાણીની ખપત મહેસુસ થઈ હતી. ત્યારે રાજ્યના 207 જળાશયોમાં નવા નીર આવ્યા છે. ખાસ કરીને ચોમાસું જૂન 20થી સક્રીય થયું હતું ત્યારે હજૂ પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે ફરીથી ડેમોમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે.
Recent Comments