ગુજરાત

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર: રાહુલ ગાંધીએ કહ્યુ- ભાજપને જેટલા કૌરવો જોઇતા હોય તે લઇ લે, ACમાં બેસીને વાતો કરનારાઓની જરૂર નથી

દ્વારકામાં ચિંતન શિબિરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ કેટલાક નેતાઓને પોતાની તરફ કરવામાં લાગેલી છે. જેટલા લોકોને ભાજપ લઇ જવા માંગે છે લઇ જાય. અમે તેમણે ભેટમાં આપીશુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે કામ કરનારા લોકો જ આગળ આવશે, જે કામ નથી કરતુ તેને લઇ જાઓ. એસીમાં બેસીને વાતો કરનારાઓને પેક કરીને ભાજપને આપી દો. દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઇ રહી છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. 

રાહુલ ગાંધીએ પક્ષપલટો કરનારાઓને ચિમકી આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, જેને કોંગ્રેસ છોડીને જવુ હોય તે જઇ શકે છે. ભાજપને કોંગ્રેસના જેટલા પણ કૌરવો જોઇતા હોય તે લઇ જાય.  નિષ્ક્રિય નેતાઓને હાથ જોડીને પાર્ટીમાં રાખવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, કોઇ કામ ના કરતા હોય તેમણે પણ પાર્ટીમાંથી બહાર કરો. ACમાં બેસીને વાતો કરતા હોય તેમણે પણ ભાજપમાં મોકલી દો, કોંગ્રેસને આવા નેતાઓની જરૂર નથી.

બીજી તરફ રાહુલ ગાંધીએ સરકારી એજન્સીઓના દૂરઉપયોગને લઇને ભાજપ પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સીબીઆઇ, ઇડી, ગુંડા ગાંધીજી વખતે નહોતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, જેટલા પણ કૌરવો જોઇતા હોય તેને ભેટમાં લઇ જાઓ. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકરોને કામે લાગી જવા માટેનું આહવાન પણ કર્યુ હતુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ગુજરાત મોડલની વાત થઇ રહી છે. ગુજરાત મોડલમાં બેડ અને ઓક્સીજન સિલેન્ડર કેમ થી મળ્યુ. ગુજરાતની તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગ હતા. નરેન્દ્ર મોદીએ તે તાકાતને તોડી નાખી છે. ગુજરાતને માત્ર 4.5 લોકો ચલાવે છે. જ્યારે ગુજરાતના લોકો કોંગ્રેસને મત આપે તો તેમણે મનાવી લેવા જોઇએ.

Related Posts