દ્વારકામાં પિતા પુત્ર સહિત ચાર ઈસમોએ મળીને યુવાનની કરી હત્યા
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામમાં મોડી રાત્રે નિદ્રાધી યુવાનની બેફામ માર મારી હત્યા નિપજાવવા અંગેના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓને દબોચી લીઘા છે.પ્રાથમિક પોલીસ પુછપરછમાં આરોપીના પુત્ર સાથે અગાઉ બબાલ થયાનો ખાર રાખી કૃત્યની કેફિતય આપી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડના નવાગામની સીમમાં હરેશભાઇ ગોરધનભાઇ જાવીયા(ઉ.વ.૩૯) નામનો યુવક મોડી રાત્રે વાડીએ સુતો હતો જે વેળાએ મધરતે ધસી આવેલા ચાર શખ્સોએ આડેધડ લાકડી-ધોકા ફટકારી તેની હત્યા નિપજાવ્યાની ફરીયાદ મૃતકના ભાઇએ પોલીસમાં નોંધાવી હતી.જેથી ક્રાંઇમ બ્રાન્ચના પી.આ. જે.એમ.ચાવડા અને ટીમ ઉપરાંત ભાણવડના પીએસઆઇ એન.એચ.જાેશી સહિતની જુદી જુદી ટુકડીઓએ આરોપીઓને સકંજામાં લેવા કવાયત હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કવોડની મદદ લઇ યુકિત પ્રયુકિતથી શંકાસ્પદ ચાર ઇસમોની પુછપરછ હાથ ધરી હતી.જે પોલીસ પુછપરમાં ચારેયે હત્યાની કબુલાત આપી હતી.આથી પલીસે આરોપી ચનાભાઇ વેજાભાઇ પિપરોતર,તેના પુત્ર દિવ્યેશ ચનાભાઇ ઉપરાંત બાવા નુરમામદ હિ઼ગોરા અને મિલન વિરમભાઇ ઓડેદરાને પકડી પાડયા હતા. પોલીસ પછપરછમાં મૃતક યુવાનને અગાઉ આરોપી ચનાભાઇના પુત્ર સાથે થયેલી બબાલનો ખાર રાખી આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી બનાવને અંજામ આપ્યો હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ માટે તજવિજ હાથ ધરી છે
Recent Comments