સૌરાષ્ટ - કચ્છ

દ્વારકામાં રાજકોટનો કોન્ટ્રાક્ટર દેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથકથી ૨૬ કિલોમીટર દૂર આવેલ દ્વારકા ધોરીમાર્ગ પરના લીમડી ગામના ત્રણ રસ્તે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અહીંથી પસાર થતી એક મારૂતિ સ્વીફ્ટ કારને કલ્યાણપુર પોલીસના સુમિત ભાટિયા સહિતના સ્ટાફે રોકાવી તલાશી લીધી હતી. આ કારમાંથી પોલીસને પાણી ભરેલી એક બોટલ મળી આવી હતી. જાે કે પાણીની બોટલ ખોલતા અંદર ૨૦૦ એમએલ દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે રાજકોટમાં વાવડી રોડ પર વ્રજ વિલા ફ્લેટ ૮૦માં રહેતા કોન્ટ્રાક્ટર ગોપાલ સામતભાઈ મકવાણા નામના શખ્સની અટકાયત કરી હતી.

પોલીસે આ શખ્સ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી, કાર ડિટેઈન કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોતાની દારૂની તલપ સંતોષવા માટે અને પોલીસથી બચવા માટે રાજકોટના કોન્ટ્રાક્ટરે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખ્યો હતો. પરંતુ આ શખ્સ પોલીસની નજરમાંથી બચી શક્યો ન હતો. કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી કલ્યાણપુર પોલીસના કે જી ચેતરીયાએ તપાસ હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે આવેલા ત્રણ રસ્તે પોલીસ ચેકિંગ દરમિયાન રાજકોટમાં રહેતો કોન્ટ્રાક્ટર પોતાની કારમાં દેશી દારૂ સાથે પકડાયો હતો. આ શખ્સે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખ્યો હોવાની વિગતો સામે આવી છે.

Related Posts